કોરોના સંક્રમણ અને ત્રીજી લહેરની ભીતિને પગલે લેવાયો નિર્ણય
કોરોના મહામારી અને ત્રીજી લહેરના ડરને ધ્યાનમાં રાખીને, ઉત્તરાખંડની પુષ્કરસિંહ ધામી સરકારે અને ઓડિશા સરકારે આ વર્ષે યોજાનારી કાવડ યાત્રાને રદ કરી દીધી છે. જો કે, ઉત્તર પ્રદેશમાં કાવડ યાત્રા ચાલુ રહેશે. રાજ્યમાં સત્તા પરિવર્તન પછી ધામીએ મુખ્ય પ્રધાન પદ સંભાળ્યા પછી, તેમની નવી સરકારે ઉત્તરાખંડમાં સામેલ વાર્ષિક ધાર્મિક યાત્રા અંગેના નિર્ણય પર પુનર્વિચાર કરવાનો નિર્ણય લીધો હતો, જે આજે રદ કરવામાં આવી છે.ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાખંડ રાજ્ય સરકારે કાવડ યાત્રાને રદ કરી દીધી છે.
વૈશ્વિક મહામારી કોરોના સંક્રમણને લીધે ગત વર્ષે પણ કાવડ યાત્રા રદ કરવામાં આવી હચી. પરંતુ આ વર્ષે રોગચાળાની સંભવિત ત્રીજી લહરને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે, જે અંતર્ગત આ વર્ષે પણ કાવડ યાત્રા યોજવામાં આવશે નહીં.મુખ્યમંત્રી ધામીએ 2 દિવસ પહેલા પહેલા કહ્યું હતું કે, તે લાખો લોકોની આસ્થાની વાત છે. જો કે, લોકોના જીવ જોખમમાં ન મુકવા જોઈએ. જીવન બચાવવું એ આપણી પ્રથમ પ્રાથમિકતા છે.
જો યાત્રાને કારણે લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે તો ભગવાન તેને પસંદ નહીં કરે.હરિદ્વારના વેપારીઓ ઘણા સમયથી કાવડ યાત્રા ચલાવવાની માંગ કરી રહ્યા છે, કારણ કે ગયા વર્ષે પણ કાવડ યાત્રા ન ચલાવવાના કારણે અને વૈશ્વિક રોગચાળાને લીધે કરફ્યુ લાગુ કરાયો હોવાથી ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો હતો.લગભગ બર્બાદીના આરે આવી ગયેલા તમામ ધંધાકીય વર્ગો, જેમની આજીવિકા ફક્ત ધાર્મિક કાર્યક્રમો અને યાત્રા પર આધારીત છે.
તે રાજ્ય સરકાર સામે માંગ કરી હતા કે કાવડ યાત્રા કાઢવામાની મંજૂરી આપવામાં આવે, જેથી તેમને થોડી રાહત મળે.ઉત્તર ભારતમાં શ્રાવણ માસ દરમિયાન કાવડ યાત્રાનું અનેરું ધાર્મિક મહત્વ છે. શ્રાવણ માસને હિન્દૂ સંસ્કૃતિમાં ભગવાન ભોળાનાથના માસ તરીકે ઓળખવામાં આવે છે. આ માસ દરમિયાન ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં કાવડ યાત્રા યોજાતી હોય છે. જેમાં લોકો કોઈ એક ધાર્મિક મહત્વ ધરાવતી નદીમાંથી જળ ભરી પગપાળા કાવડમાં જળ રાખી ભગવાન ભોળાનાથના મંદિરે પહોંચી જળાભિષેક કરતા હોય છે.
આ માસ દરમિયાન કાવડ યાત્રાના રૂટ પર ’બમ બમ બોલે’નો નાદ ગુંજતો હોય છે. હજારોની સંખ્યામાં લોકો કાવડ યાત્રામાં જોડાતા હોય છે. ત્યારે ચાલુ વર્ષમાં કોરોના સંક્રમણની ભીતિએ આ યાત્રા રદ્દ કરવા ઉત્તરાખંડ અને ઓડિશા સરકારે નિર્ણય લીધો છે.