મજુરોના તંબુ પર હોટેલનો કાટમાળ પડતા અનેકના મોતની આશંકા
કેરળમાં વરસાદે તબાટી મચાવતા અનેક લોકોના મૃત્યુ નિપજયા છે. જયારે ભારે ખાનાખરાબી સર્જાઇ છે. ત્યારે હવે ઉતરાખંડમાં પણ વરસાદ વેરી થયો હોય તેમ સતત બે દિવસ સુધી પડેલા ભારે વરસાદને કારણે ત્રણેય લોકોના મૃત્યુ થયા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં રાજકોટના 30 જેટલા યાત્રાળુઓ ફસાયા છે પરંતુ તેઓ સુરક્ષીત હોવાના સમાચાર મળતા પરિવારજનોએ હાસકારો અનુભવ્યો છે.
જયારે ચારધામ યાત્રાને અહિં અટકાવી દેવામાં આવી છે અને દર્શન માટે પહોચેલા યાત્રાળુઓને વચ્ચેથી જ પાછા મોકલવામાં આવી રહ્યા છે. જાણવા મળતી માહીતી પ્રમાણે ઉતરા ખંડમાં ભારે વરસાદે તબાહી મચાવી છે ચારે કો પાણી પાણી જ નજરે પડી રહ્યું છે. ઉતરાખંડની એક હોટલના બાંધકામ સાથે સંકડાયેલા કામદારોના તંબુ પર હોટેલનો કાટમાળ પડતા કામદારો દટાયા હતા જેમાં ત્રણેક મજુરોના મોત થયા હોવાનું પણ જાણવા મળ્યું છે.
આ પણ વાંચો:
ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં; શરૂ કરી હેલ્પલાઈન
જયારે ઉતરાખંડના યાત્રાધામ હરિદ્વાર, ઋષિકેશના યાત્રાએ આવેલ રાજકોટના 30 જેટલા યાત્રાળુઓ ફસાયા હોવાના સમાચારથી તેના પરિવારજનો ચિંતામાં મૂકાયા હતા. ઉતરાખંડમાં બે દિવસના ભારે વરસાદે અનેક તારાજી સર્જી છે. તેમાં ઉતરાખંડની યાત્રાએ ગયેલા ત્રીસ જેટલા યાત્રાળુઓ સહીસલામત હોવાના સમાચાર મળતા પરિવારજનોએ હાશકારો અનુભવી આનંદની લાગણી વ્યકત કરી હતી.
જો કે હરિદ્વાર, ઋષિકેશમાં ચારધામની યાત્રાએ નિકળેલા યાત્રિકોને આગળ જવા દેવામાં આવ્યા નથી. અને તેને અધવચ્ચેથી જ પાછા વાળવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.જયારે અહિના ચારભણા બ્રીજને બંધ કરી દેવામાં આવ્યો હતો. અને દરેક યાત્રાળુઓને આગળ ન વધવા ચેતવણી આપવામાં આવી હતી.
મુખ્યમંત્રી પુસ્કરસિંહ ધામીએ ડીઝાસ્ટર કંટ્રોલ રુમની મુલાકાત પણ લીધી હતી. ઉતરાખંડ બાદ ઓડિશામાં પણ ભારે વરસાદ પડયો હતો જેના કારણે સાગર કાંઠાના લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા. અને માછીમારોએ દરિયો ન ખેડવાની સુચનાઓ પણ આપવામાં આવી હતી.
આમ કેરળ, ઉતરાખંડ ઓડિશા વગેરે રાજયોમાં વરસાદી કહેર સર્જાતા અનેક લોકોને સુરક્ષીત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. ખાસ કરીને ચારધામની યાત્રાઓ નીકળેલા યાત્રાળુઓને લઇ તેના પરિવારજનોમાં ચિંતાનું મોજુ વ્યાપે તે સ્વાભાવિક છે જેમાં રાજકોટના પણ ત્રીસેક યાત્રુઓ યાત્રાએ ગયા છે. જે ઉતરાખંડ માં ભારે વરસાદના કારણે ફસાયા હતા પરંતુ આ તમામ યાત્રાળુઓ ક્ષેમકુશળ (સુરક્ષીત) હોવાના સમાચાર મળતા તેના પરિવાર જનોએ હાશકારો અનુભવ્યો છે.