ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં શુક્રવારે સવારે એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીં મોટી એક શિલા પડતાં 9 મજૂરોનાં મોત નિપજ્યાં છે. આ દુર્ઘટના રૂદ્રપ્રયાગની પાસે કેદારનાથ હાઈવે નજીક બાંસવાડામાં થઈ છે. રૂદ્રપ્રયાગના કલેકટરે કહ્યું કે હજુ સુધી 7 લોકોના મૃતદેહ મળ્યાં છે. 5 મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા છે.
મળતી માહિતી મુજબ આ વિસ્તારમાં ઓલ વધર રોડનું કામ ચાલી રહ્યું હતું. હજુ પણ કેટલાંક મજૂરો દબાયાં હોવાની શક્યતા છે. સ્થાનિક પોલીસ અને બચાવ દળ ઘટના સ્થળે પહોંચી ગયા છે.
ઉત્તર ભારતમાં હાલ જોરદાર ઠંડી પડી રહી છે. આ દરમિયાન બરફ વર્ષા અને વરસાદને કારણે પહાડો પર કામ કરવામાં ઘણી મુશ્કેલીઓ આવી રહી છે. સતત વરસાદને કારણે પહાડો પરથી શિલા ધસી પડવાનો ખતરો રહે છે.
ત્યારે એક મોટી શિલા પાસે કામ કરતાં કેટલાંક મજૂરો અચાનક જમીન ધસી પડવાને કારણે દબાય ગયા હતા. એમ્બ્યુલન્સમાં ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યાં છે.