લીવરના રોગની સારવાર તેમજ વ્યક્તિમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ગૌમૂત્ર અકસીર હોવાનું ઉત્તરપ્રદેશ સરકારે માન્યુ છે. સરકારે ગૌમૂત્રમાંથી દવાઓ તૈયાર કરવાની યોજના ઘડી કાઢી છે.

આ મામલે આયુર્વેદ ડિપાર્ટમેન્ટના ડિરેકટર ડો.આર.આર.ચૌધરીએ જણાવ્યું હતું કે, ગૌમૂત્રમાથી ૮ દવાઓ બનાવવા માટે આયુર્વેદ વિભાગે તૈયારી કરી છે. આ દવાઓ લીવરના રોગોની સારવાર કરવા માટે સક્ષમ છે. આ ઉપરાંત સાંધાના દુ:ખાવામાં રાહત આપશે તા વ્યક્તિમાં રોગ પ્રતિકારક શક્તિ પણ વધારી શકે છે. સરકારની બે ફાર્મસી અને એક પ્રાઈવેટ સંસ ગૌમૂત્રમાંથી દવા તૈયાર કરવા માટે કાર્યશીલ છે.

સૂત્રોએ જણાવ્યા મુજબ હાલ ઉત્તરપ્રદેશના બંદા, ઝાંસી, મુઝફરાબાદ, અલ્હાબાદ, વારાણસી, બરેલી, લખનૌ અને પીલીભીત સહિતના શહેરોમાં કુલ ૮ આયુર્વેદિક મેડિકલ કોલેજ છે. જેમાં ડિગ્રી કોર્ષ ચલાવવામાં આવે છે. આ કોલેજોમાં પણ હજારો દર્દીઓની સારવાર થાય છે. એકલા લખનૌમાં જ દરરોજ મેડિકલ હોસ્પિટલની ઓપીડીમાં ૭૦૦ થી ૮૦૦ દર્દીઓ ઉભરાય છે. જો તમામ આઠેય મેડિકલ કોલેજના દર્દીઓની સંખ્યા ગણવામાં આવે તો દરરોજ હજારોની સંખ્યામાં દર્દીઓ આયુર્વેદની સારવાર લેતા જોવા મળે છે.

ઉત્તરપ્રદેશ સરકારે આયુર્વેદના ઉપયોગને ધ્યાને લઈને લીવરની સારવાર તેમજ લોગ પ્રતિકારક શક્તિ વધારવા મદદરૂપ આયુર્વેદિક દવાઓ બનાવવાની તૈયારી દર્શાવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.