ભગવાધારી યોગીને તમામ ધર્મોનો આદર કરી ગરીબ-ધનવાન, મુસ્લીમ, શિખ અને ખ્રીસ્તીનો વિકાસ કરવાની સલાહ આપતુ બીશત દંપતિ
યોગી આદિત્યનો ઉત્તરપ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સ્વીકારી છે. તેમની શપવિધિ દરમિયાન તેમના પિતા આનંદસિંઘ બિશતની આંખમાં ઝળઝળીયા આવી ગયા હતા. પરમાત્માની શોધમાં નિકળેલા યોગી હવે ઉત્તરપ્રદેશની જવાબદારી સંભાળશે તે જાણીને આનંદસિંઘને ખુબજ આનંદ યો છે. યોગીના પિતા આનંદસિંઘ અને તેમની માતા સાવીત્રી દેવીએ તેમને તમામ ધર્મોને આદર આપવાની સલાહ આપી છે. કેશરીયો ધારણ કરનાર યોગી આદિત્યનાના પિતાએ તેમની શપવિધિ ટીવીમાં નિહાળી કહ્યું હતું કે, મને આશા છે
કે તે તમામ ધર્મો પ્રત્યે આદર રાખશે, યોગીને ભાજપના ‘સબ કા સા, સબ કા વિકાસ’ના સ્લોગનને અનુસરવું જોઈએ. જેમાં ગરીબ, ધનવાન, મુસ્લીમ, શિખ, ખ્રીસ્તી સહિતનાનો સમાવેશ થાય છે. હવે તેની જવાબદારી વધી ગઈ છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, આ ગામના યુવાન તરીકે તેણે કરેલા સામાજીક કાર્યો હમેશા યાદ રહેશે. તેમના પિતા આનંદસિંઘે તેમની વકત્વય કળાના વખાણ કર્યા હતા. તેમનું વકત્વય જ બહોળી સંખ્યામાં લોકોને ખેંચી લાવતું હોવાનું તેમણે કહ્યું હતું. તેના પરી લોકો યોગીને પ્રેમ કરતા હોવાનો તેમનો મત હતો. યોગી આદિત્યના ઉત્તરાખંડના પંચુર પ્રદેશના છે. તેમણે ભગવાનની શોધમાં ગામ છોડયું હતું. ગોરખપુરના મંદિરમાં મહંત વૈદ્યનાની નિશ્રા તેમણે સ્વીકારી હતી.
હવે તેઓ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીના હોદ્દાની જવાબદારી સંભાળશે. તેમના માતા-પિતાએ તેમને તમામ ધર્મોને સો રાખવાની સલાહ આપી છે. તેઓએ માત્ર હિન્દુઓ નહીં પરંતુ ઉત્તરપ્રદેશના સૌી જવાબદાર વ્યક્તિ બન્યા છે. હવે તેમની જવાબદારી વધી ગઈ હોવાનું તેમના મા-બાપનું કહેવું છે. તેઓ ભાજપના સુત્ર ‘સબ કા સા, સબ કા વિકાસ’ના પરિપ્રેક્ષયને સો રાખી ચાલે તેવી ઈચ્છા તેમના મા-બાપની છે