UPમાં દોઢ વર્ષમાં થઈ મોટી રેલ દુર્ઘટના
ઉત્તર પ્રદેશના વાસ્કો ડી ગામા પટના એક્સપ્રેસ શુક્રવારે સવારે પાટા પરથી ઉતરી ગઈ છે. આ ઘટનામાં 3 લોકોના મોત થયા છે જ્યારે 15 લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે. પ્રાથમિક તપાસ દ્વારા જાણવા મળ્યું છે કે, 13 ડબા પાટા પરથી ઉતરી ગયા છે. ટ્રેન ગોવાના મડગાંવ સ્ટેશનથી પટના જઈ રહી હતી. આ ઘટના રેલવે ટ્રેક તૂટ્યો હોવાના કારણે થઈ હતી.
વહેલી સવારે બની દુર્ઘટનાઘટનાને પગલે યાત્રીઓમાં ગભરાટતંત્રએ ઘટનાની સઘન કામગીરી હાથ ધરીઉત્તરપ્રદેશનાં બાંદા નજીકની ઘટના
રેલવે વિભાગ તરફથી કહેવામાં આવ્યું કે,
– પાટા ટૂટી ગયા હોવાથી આ ઘટના બની છે.
– આ એક્સિડન્ટમાં સ્લીપર કોચને વધારે નુકસાન થયું છે.
– ઘાયલ લોકોને ચિત્રકૂટ અને આજુ-બાજુની નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે