એ ડિવિઝન પોલીસે ડુપ્લીકેટ પોલીસને પોલીસનો અસ્સલ મિજાજ બતાવ્યો
મોરબીમાં ઉલ્ટી ગંગા જેવા એક કિસ્સામાં પોલીસ હોવાનો રોફ ઝાડી ડુપ્લીકેટ પોલીસે આ ડિવિઝન પોલીસ મથક ના બે પોલીસ કર્મી ને મારમારતા પોલીસે આરોપીઓને અસસલી મિજાજ દેખાડી કાયદાનું ભાન કરાવ્યું હતું.
જાણવા મળતી વિગતો મુજબ એ ડીવીઝન પોલીસમથકના પોલીસ કોન્સ્ટેબલ મનહરભાઈ મેરાભાઈ પ્રજાપતિ અને રમેશભાઈ સોલંકી નાઈટ પેટ્રોલિંગમાં હતા ત્યારે સ્ટેશન રોડ પર વ્યાયામ શાળા પાસે દીપકસિંહ દશરથસિંહ ઝાલા સહિતના ચાર શખ્સોએ બાઈક અથડાવા જેવી સામાન્ય બાબતમાં બંને ડ્યૂટી પર હાજર પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરી માર માર્યો હતો.
આટલું ઓછું હોય તેવા માં પોલીસ ને માર મારનાર દીપકસિંહ દશરથસિંહ ઝાલાએ પોતે એ.સી.બી. માં પોલીસ કોન્સ્ટેબલ હોવાની ખોટી ઓળખ પણ આપી હતી. આ મામલે પોલીસ કોન્સ્ટેબલ મનહરભાઈ મેરાભાઈ પ્રજાપતિએ આરોપી દીપકસિંહ દશરથસિંહ ઝાલા રહે. ઋષભનગર તેમજ બીજા ત્રણ શખ્શો સામે એ.સી.બી.માં પોલીસ કોન્સ્ટેબલ હોવાની ખોટી ઓળખ આપી ફરિયાદી તથા સાહેદ સાથે ઝપાઝપી કરી ગાળો આપી ઢીકાપાટુંનો માર મારી ફરજમાં રૂકાવટ કર્યાની
ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના પગલે પોલીસ પર હુમલો કરનારા દીપકસિંહ દશરથસિંહ ઝાલાને ઝડપી લઇ કાયદાનું ભાન કરાવ્યું હતું.