શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, ધનસુખભાઈ ભંડેરી, મેયર ડો.જૈમન ઉપાધ્યાય અને રાજુભાઈ ધ્રુવે જીતને ઐતિહાસિક ગણાવી આતશબાજી-મીઠાઈઓ વહેંચી

ઉતરપ્રદેશ ઉતરાખંડ સહિતના રાજયોમાં ભાજપનો ભવ્ય વિજય થતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની આગેવાની હેઠળ શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેરભરના કાર્યકર્તાઓની બહોળી સંખ્યામાં આતશબાજી, બેન્ડ તથા મોં મીઠા કરાવી વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. આ તકે ધનસુખ ભંડેરી નિતિન ભારદ્વાજે જણાવ્યું હતું કે ભાજપની જીત એ રાજનીતિની નહીં પરંતુ રાષ્ટ્રનીતિની જીત છે. તેમજ આ તકે કમલેશ મીરાણીએ જણાવ્યું હતું કે આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસના સુપડા સાફ થશે. તેમજ આ વિજયોત્સવમાં ગોવિંદભાઈ પટેલ, ભાનુબેન બાબરીયા, અંજલીબેન રૂપાણી સહિતના આગેવાનો ભાજપની ભવ્ય જીતને આવકારી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા અમિતભાઈ શાહને અભિનંદન પાઠવ્યા હતા.

આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ જણાવ્યું હતું કે ઉતરપ્રદેશ અને ઉતરાખંડમાં જે રીતે ભાજપાનો વિજય થયો તેનો શ્રેય રાષ્ટ્રીય અધ્યક્ષ અને વડાપ્રધાનને જાય છે.  મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે ઉતરપ્રદેશમાંથી જાતિવાદ અને ગુંડાગીરી ઉપર લાગશે રોક. ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ૨૦૧૭ની ચુંટણીમાં ભાજપનો ભગવો લહેરાશે તેવી રાજકોટ ભાજપા આગેવાનોએ આશા વ્યકત કરી હતી. નોટબંધીના કઠીન નિર્ણય વચ્ચે ભારતની જનતાએ ભાજપા પક્ષ ઉપર જે વિશ્ર્વાસ મુકયા તે સરાહનીય છે.

આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી ગુજરાત રાજય ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી શહેર ભાજપના પૂર્વ પ્રમુખ નિતીનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ભાનુબેન બાબરીયા, જીતુભાઈ કોઠારી, દેવાંગભાઈ માંકડ, કિશોરભાઈ રાઠોડ, ભાજપ મહિલા પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજુભાઈ ધ્રુવ, જીતુભાઈ શાહ, રક્ષાબેન બોળીયા, પુષ્કરભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, શહેર ભાજપ હોદેદાર કેતન પટેલ, કંચનબેન સિઘ્ધપુરા, સંગીતાબેન છાયા, મહેશ રાઠોડ, ચારૂબેન ચૌધરી, દિવ્યરાજસિંહ ગોહિલ, રઘુભાઈ ધોળકિયા, મનીષ ભટ્ટ, પ્રફુલ કાથરોટીયા, અનિલભાઈ પારેખ, હરેશભાઈ જોષી, નરેન્દ્રસિંહ ઠાકુર, દિનેશ કારીયા, અશોક લુણાગરીયા, નિતીનભાઈ ભુત, માધવ દવે, અશ્ર્વિન પાંભર, રાજુભાઈ બોરીચા, નિલેષ જળુ, માવજીભાઈ ડોડીયા, જીજ્ઞેશ જોષી સહિતના સાથે વોર્ડ પ્રમુખ, શિક્ષણ સમિતિ, મહિલા ભાજપ મોરચો, યુવા ભાજપના તમામ ભાજપ આગેવાનો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ હતા.

ઉપરોકત કાર્યક્રમ સફળ બનાવવા ભાજપ કાર્યાલયના રામભાઈ પટેલ, રાજુભાઈ કુંડલીયા, જયંતભાઈ ઠાકર, ચેતન રાવલ, હરીશભાઈ ફીચડીયા, નરહરી પંડીત સહિત ભાજપ કાર્યાલય પરિવાર ઉપસ્થિત રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.