વન વીક વન વોર્ડ અભિયાન અંતર્ગત ટીપીઓ એમ.ડી.સાગઠીયાની આગેવાનીમાં ટીપી શાખા વોર્ડ નં.૯ અને ૧૦માં ત્રાટકી: પાર્કિંગ અને માર્જીનમાં ખડકાયેલા દબાણો દૂર કરાયા
કોર્પોરેશન દ્વારા આજથી વન વિક વન વોર્ડ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે. જેમાં માર્જિન પાર્કિંગની જગ્યામાં ખડકાયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા માટે ડિમોલીશનની ધણધણાટી શ‚ કરવામાં આવી છે. આજે યુનિવર્સિટી રોડ પર ૩૨ સ્થળોએથી માર્જીન-પાર્કિંગમાંથી ઓટા અને છાપરાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
ટીપીઓ એમ.ડી.સાગઠીયાની આગેવાનીમાં આજે ટાઉન પ્લાનીંગ શાખા વોર્ડ નં.૯ અને ૧૦માં યુનિવર્સિટી રોડ પર ત્રાટકી હતી. અહીં નવસર્જન પીલો હાઉસ, મનાલી જયુસ એન્ડ કોલ્ડ્રીંકસ, દર્પણ સાડી અને ડ્રેસ, શ્રી કૃષ્ણ ચિકી, શાંતિ હાઈટ્સ, બજરંગ ઓટો પાર્ટસ, જોગમાયા હોટલ એન્ડ નાસ્તાગૃહ, જય અંબે ગાઠીયા, રોનક, ગાત્રાળ ટીસ્ટોલ, કલાસીક સુઝ, પોપ્યુલર સ્ટોરની બાજુમાં, આશાપુરા કોલ્ડ્રીંકસ, ભારત ટી સ્ટોલ, અક્ષર નાસ્તો પોઈન્ટ, ભારત ફાસ્ટ ફૂડ, જોગમાયા ટી સ્ટોલ, ફ્રૂડી બાબા ટીફીન સર્વિસ, પુસ્તી કોમ્પ્યુટર, કૈલાશ ફરસાણ, રાજશક્તિ ફરસાણ, રાધે ફેશન, દિપક ઓટો સેલ્સ, રવિ હાર્ડવેર એન્ડ સેનેટરી, મહાલક્ષ્મી કલર્સ, અમીલ હાઈટ્સ, અમુલ ડેઝર્ટ પોઈન્ટ, મેટ્રો રેસ્ટોરન્ટ, બલુન ડેકોરેશન, સીગ્મા ટાયર, અમન મ્યુઝીક અને મોમાઈલ ડિલકસ સહિત કુલ ૩૨ જગ્યાએ માર્જીનમાં ગેરકાયદે ખડકી દેવામાં આવેલા છાપરાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને પાર્કિંગ લેવલ ઝીરો કરાવવામાં આવ્યું હતું.અત્રે ઉલ્લેખનીયછે કે, સ્માર્ટ સિટી રાજકોટ અંતર્ગત ટ્રાફિક નિયમન માટે મ્યુિન.કમિશનર બંછાનિધિ પાનીએ ટાઉન પ્લાનીંગ શાખાને દર સપ્તાહે એક વખત રાજમાર્ગો પર ઓપરેશન ઓટલા તોડ ઝુંબેશ હાથ ધરવા આદેશ આપ્યો છે. જેનો આજથી આરંભ કરવામાં આવ્યો છે.