“જયદેવના મતે હ્યુમન રાઈટ એક્ટ એવા દેશોમાં સફળ થાય કે જ્યાં જનતાની જીવન પદ્ધતિ જ કાયદાઓને સંપૂર્ણ માન સન્માન આપતી હોય?”
કડવા અનુભવો
હયુમન રાઇટસ
પોલીસ દળની તાલીમ સંસ્થાઓમાં એક ખાસ તાલીમ હયુમન રાઇટસ ફોર ગુડ ગવર્નન્સની આપવામાં આવે છે. સારી વાત છે, વૈશ્ર્વિક ભાવનાઓ અને કાનૂનો મુજબ દેશમાં પણ પોલીસદળને પણ અપડેટ (આધૂનિક)કરવું જોઇએ. પરંતુ આ ભાવનાઓ અને કાનૂન ફકત એક પક્ષિય ન હોવો જોઇએ. આ ભાવનાઓ અને કાનૂન એવા દેશોમાં સફળ થયેલો છે કે જયાં જનતાની જીવન પધ્ધતિ કાયદાને સંપૂર્ણ માન સન્માન આપે છે. જનતા પોતાના હકક માટે તો જાગૃત છે જ પરંતુ બીજાના પણ આવા હકકોનો ખ્યાલ રાખવામાં આવતો હોય છે તે પ્રમાણે વહીવટી તંત્ર પણ આ નિયમ એક પક્ષિય નહી રાખતા સમાજના તમામ અંગો જેમાં પોલીસદળ પણ આવી જાય તે રીતે સમાનતાના ધોરણે હુકમો થાય તો જ લોકશાહીનો…”સર્વે ભદ્રાણી પશ્યન્તુનો સર્વાંગી ખ્યાલ ચરીતાર્થ થાય. અન્યથા જે વ્યક્તિ કે અધીકારીના પોતાના જ હયુમન રાઇટસનો ભંગ થતો હોય તે બીજાના હયુમન રાઇટસનું શું ભલુ કરે? તેમ છતા અનુભવે એવુ જણાયુ છે કે હિન્દુસ્તાનમાં અને ગુજરાતમા પણ પોલીસ હયુમન રાઇટસની તાલીમ લે છે અને મને કમને હયુમન રાઇટસનો અમલ પણ કરે છે. શિસ્ત બધ્ધદળના લેબલ નીચે જવાનો કે અધિકારીઓ તો પોતાના માનવ અધિકારો માટે ફરિયાદ કરે નહી તે સહજ છે. આ રીતે જયદેવ ને જ કડવા અનુભવો થયા જુઓ..
ભીષણ ધરતી કંપની યાદ…!
પીઆઇ જયદેવ ભૂજ સીટી પોલીસ સ્ટેશનમાં હાજર થયો તે પહેલા પંદર સોળ વર્ષ અગાઉ એક પીઆઇ કટારા પણ ભુજ સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. તેમણે ઇમારતી લાકડાના મોટી વનસ્પતિના થડ હોય તેવા વજનદાર લાકડા નંગ-૧૫ જે ક્રેન દ્વારા જ ઉંચકી શકાય તે શક પડતી વસ્તુ તરીકે આધાર પૂરાવા તેનો માલીક આપી નહી શકાય તે શક પડતી વસ્તુ તરીકે આધાર પૂરાવા તેનો માલીક આપી નહી શકતા કાયદેસરની કાર્યવાહી કરીને સી.આર. પી.સી. કલમ ૪૧ (૧ડી)૧૦૨ મુજબ આરોપીની ધરપકડ કરીને કબ્જે લીધેલા આ વિશાળ લાકડાઓ યાતો કંડલા બંદરેથી બે નંરબ આવ્યા હોય કે પછી કયાંક છેતરપીંડી, ઠગાઇ કેચોરી કરીને મેળવ્યા હોય પરંતુ આરોપીએ ખુલાસો નહી કરતા પીઆઇ કટારાએ મુંબઇ પોલીસ એકટની કલમ ૧૨૪ મુજબની ફરિયાદ કોર્ટમાં દાખલ કરેલી જે કેસનો નીકાલ હજુ સુધી કોર્ટમાં થયો ન હતો. જાણવા મળ્યુ કે પીઆઇ કટારા કોર્ટમાં મુદતે આવે છે. પરંતુ મુદામાલ અંગે કાંઇક વાંધો ચાલે છે. આ ગુન્હામાં કબ્જે થયેલ મુદામાલના લાકડા જે તે વખતે ભુજમાં જે જગ્યા પાસેથી કબ્જે થયેલા તે લાકડા ખુબ મોટી સાઇઝના અને વજન વાળા હોય તે જ જગ્યાએ રાખેલા.
તે પછી એકાદ વર્ષમાં પીઆઇ કટારાની અન્યત્ર બદલી થઇ ગયેલી અને જેમ પોલીસ દળમાં ચાલે છે તેમ દર વર્ષે પીઆઇ બદલતા ગયા પરંતુ સાતેક વર્ષ પહેલા કચ્છમાં વિનાશક ભૂકંપ આવતા હજારો માનવીઓના મૃત્યુ થયેલા. જોગાનુ જોગ આ મુદ્દામાલના લાકડા પડેલા તેની બાજુમાં જ સ્મશાન આવેલું હતુ અને ત્યાં હજારો લોકોના જથ્થા બંધ અંતિમ સંસ્કાર થતા હતા તેમાં આ લાકડાનો પણ ઉપયોગ થઇ ગયેલો તેમ કહેવાય છે તે પછી તો જે બાજુમાં લાતી હતી તેનો માલીક પણ લાપતા થઇ ગયેલો અને જયાં લાતી હતી ત્યાં મહાજન વાડીનું બીલ્ડીંગ પણ બની ગયુ હતુ. અને મુદ્દામાલના લાકડાનો કોઇ મેળ મળતો ન હતો.
આથી મુદામાલ માટે જયદેવને રૂબરૂ અદાલતમાં ખુલાસા માટે બોલાવવામાં આવ્યો. જયદેવ તો હજુ નવોજ હતો તેણે મળેલ માહિતી રજુ કરીકે સાતકે વર્ષ સુધી લાકડા જે તે જગ્યા એ લાતી પાસે પડયા હતા. પરંતુ હાલે જણાવેલ જગ્યાએ લાતી પણ નથી અને મુદ્દામાલના લાકડા પણ નથી. લાતીની જગ્યાએ તો મહાજનવંડી બની ગયેલ છે. જેથી મેજીસ્ટે્રટ સાહેબે પીઆઇ કટારા વિરૂધ્ધ ગુનો દાખલ કરવા જણાવતા જયદેેવે જણાવ્યુ કે મુદ્દામાલ કબ્જે થયાથી ધરતીકંપ આવ્યા સુધી મુદ્દામાલ હતો અને તે દરમ્યાન સાત આઠ પીઆઇઓ બદલાઇ ગયેલા છે. જેથી ફકત કટારા વિરૂધ્ધ ગુન્હો દાખલ કરવો યોગ્ય નથી. તે પછી એવો હુકમ થયો કે પીઆઇ કટારા વિરૂધ્ધ ફોજદારી પગલા નહી લેવા સબબ અને મુદ્દામાલ કોર્ટ સમક્ષ રજુ નહી કરી શકતા હાલના પીઆઇ (જયદેવ)એ મુદ્દામાલ રજુ કરવામાં નિષ્કાળજી સેવી રહેલાનું માની રૂપિયા ૪૭૦૦૦ રોકડા અથવા મુદ્દામાલ પંદર દિવસમાં ભરવા હુકમ થયો.
આ હુકમ મળતા જ જયદેવ જીલ્લા પોલીસ વડાને મળ્યો અને તેમને સમગ્ર હકીકતથી વાકેફ કરતા તેમણે જણાવ્યુ કે આ અદાલતનો હુકમ છે ખાતુ કાંઇ કરી શકે નહી આથી જયદેવ ભૂજના ડીસ્ટ્રીકટ જજ સાહેબને મળ્યો અને આ થયેલ હુકમ અંગે પોતે નીર્દોષ દંડાય છે તેમ રજૂઆત કરી આથી તેઓએ કહ્યું કે અમારા ન્યાય તંત્રમાં તમારા પોલીસ ખાતા જેવુ નથી કે ઉચ્ચ અધિકારી નીચેના અધીકારીને ઇચ્છે તે પ્રમાણે સલાહ કે હુકમ કરે, અમારા તંત્રમાં જે પણ દરજજાના ન્યાયધીશ હોય તે તમામ ન્યાયધીશ સ્વતંત્ર હોય છે અને તેઓ સ્વતંત્ર રીતે ન્યાય કરવા મુકત હોય છે, અમે ભલામણ ન કરી શકીએ પણ તમને આ હુકમ સામે નારાજગી કે વાંધો હોય તો ઉપલી અદાલતમાં અપિલમાં આવો.
વૈદિક મીશન ટ્રસ્ટ પ્રાંસલા પ્રકાશિત અને મહારાષ્ટ્ર કેડરના ઉચ્ચ શિક્ષિત આલા દરજનાના આઇ.પી.એસ. અધિકારી ડો. સત્યપાલસિંહ દ્વારા લખાયેલ પુસ્તક “શોધ ઇન્સાનનીના ‘સુરક્ષાની શોધમાં’ પ્રકરણમાં બહુ સ્પષ્ટપણે જણાવેલ છે કે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી નારાયણના શબ્દોમાં
”Low is not a cathedral but casino, where so much depends on throw of the dice. He said that mysterious are the ways of justice. He quated that judges are not to do justice out do decide cases according to all avidence on record.”
એટલે કે આપણી કોર્ટ ન્યાયનું મંદિર નહીં પણ કેસીનો ન્યાય પ્રણાલી પણ કેસીનો (જુગારખાનું)જ બની ગઇ છે, જયાં પાસા ફેંકવાની તરકીબો પર પરિણામ આધાર રાખે છે. ન્યાય કરવાની રીતો રહસ્યમય બની ગઇ છે. આમેેય એક જજના શખ્દોમાં “જજનું કામ ન્યાય કરવાનું નહી પણ આરોપીના વિરૂધ્ધ અને પક્ષમાં આપેલા બયાનોને તોળવાનું છે. ઘણીવાર જજને, ન્યાયધીશને એવો વિશ્ર્વાસ હોય છે કે આરોપીએ કહેવાતો અપરાધ કર્યો છે. પણ સાક્ષી અને આધારોના અભાવમાં તેને સજા આપી શકતા નથી. કોર્ટના કેસો મામલાઓમાં પણ અજાયબી હોય છે કે નીચેની કોર્ટ (લોઅર કોર્ટ)માં જજે કોઇ પણ ફેંસલો સંભળાવ્યો હોય, આરોપીને વધતી ઓછી સજા કે છોડી મુકયો હોય અથવા જામીન આપી દીધા હોય, ઉપરની કોર્ટ અથવા જજ નીચેની કોર્ટવાળાને કોઇ સવાલ પુછી શકે નહી. કારણે કે તમામ કોર્ટનો નિર્ણય ન્યાયિક નિર્ણય જ હોય છે. જો ઉપરની અદાલત કાંઇ જ કરી શકતી ન હોય તો પછી બીચારી પોલીસ અથવા જનતા શું કરી શકે? આ દેશની ન્યાય પાલીકા કોઇની પણ જવાબદારી જવાબદેહ નથી.
આથી જયદેવ નીચેની કોર્ટના સરકારી વકીલને મળ્યો અને પોતા વિરૂધ્ધ થયેલ હુકમ સામે અપિલ ઉચ્ચ અદાલતમાં કરવા જણાવ્યુ તો તેમણે કહ્યું કે અપિલમાં જવા માટે લીગલ ડીપાટમેન્ટની મંજૂરી મેળવવી પડે તે પછી અપીલમાં જઇ શકાય. આથી જયદેવ કહ્યુ તો લીગર ડીપાર્ટમેન્ટની મંજૂરી માંગો, તો તેમણે કહ્યુું આ લીગલ ડીપાર્ટમેન્ટમાંથી ચાર પાંચ મહિને મંજુરી આવે અને ત્યાં સુધીમાં પંદર દિવસનો આપેલ સમયગાળો પણ પૂરો થઇ જાય.
આથી કંટાળીને જયદેવે આ સરકારી લફરૂ પડતુ મુકયુ અને સાચો ન્યાય મેળવવા માટે ભુજના ખાનગી વિદ્વાન વકિલ શ્રી. કે.ટી. ચૌધરીનો સંપર્ક કર્યો અને સમગ્ર બાબતથી વાકેફ કરતા તેમણે કહ્યુ કે હુકમની નકલ મને આપી દયો હું અપિલ દાખલ કરી દઇશ આ મુદામાલના લાકડા અંગે તમારી વ્યક્તિગત જવાબદારી ગણાય જ નહી. વળી હાલ સંજોગો એવા છે કે ખાતુ આકાશ પાતાળ એક કરે તો પણ પંચમહાભૂતમાં વીલીન થયેલો મુદ્દામાલ મળી શકે તેમ નથી અને થયુ પણ તે જ રીતે એડીશ્નલ ડીસ્ટ્રીક્ટ જજ સાહેબ આ ભુજની નીચેની અદાલતના હુકમમાં ફેરફાર કરી મુદામાલની તપાસ ઇન્કવાયરી ભુજના ડીવાય એસ.પી.ને સોંપી જયદેવને ભુજ સીટી પીઆઇ તરીકે થયેલો દંડનો હુકમ રદ્દ થયો જયદેવ ઉપરથી તો આફત ગઇ.
આ બનાવ બાદ થોડા સમયમાં જ એક દિવસ પીઆઇ જયદેવ ભુજ સીટી પોલીસ સ્ટેશનું ઓફિસ વહીવટી કાર્ય પુરૂ કરીને બપોરે દોઢ બે વાગ્યે સરકારી ગેસ્ટ હાઉસ ઉમેદ ભવનમાં જમવા ગયો અને જમીને રૂમમાં હજુ સમાચારો વાંચતો હતો દરમ્યાન ડીસ્ટાફ કોન્સ્ટેબલનો ફોન આવ્યો કે સાહેબ, હું તથા ડીસ્ટાફ હેડ કોન્સ્ટેબલ તમારા ગયા પછી હજુ પોલીસ સ્ટેશનમાં હતા તેવામાં એક ઇલેકટ્રોનીકસ આઇટમો વેચનાર સ્ટોલ માલિકનો ફોન આવેલો કે અમારો સ્ટોલ વિડીયો કેમેરાથી સજજ છે. એક કલાક પહેલા એક ઇસમ અમારા સ્ટોલમાંથી ડીવીડી પ્લેયર ચોરી કરીને લઇ ગયેલો પરંતુ પાછળથી અમને ચોરી થયાનો ખ્યાલ આવતા વીડીયો કેમેરાના રેકોર્ડીંગમાં જોતા જ રેકોડીંગમાં તે ઇસમ અત્યારે ફરી આવ્યો છે. તે જ છે અને ફરીથી ચોરી કરવા પ્રયત્ન કરી રહેલ છે. આથી મેં તેને કહેલ કે તેને ચોરી કરવા દો સાથે વીડીયો કેમેરા પણ ચાલુ જ રાખજો જો ચોરી કરીને ચાલતો થાય તો પકડી લેજો નહી તો અમે પાંચ જ મીનીટમાં ત્યાં પહોંચીએ છીએ તેમ કહી અમે બન્ને સ્ટોલ ઉપર પહોંચતા જ આ સ્ટોલ વાળાએ ચોરી કરનાર ઇસમને બીજા ડીવીડી પ્લેયર સાથે ચોરી કરતા જ પકડી લીધેલો અમે પહોંચીને આ ઇસમનું નામ પુછતા તેણે પોતાનું નામ તાતુન કાતુ જણાવેલુ આથી સ્ટોલના માલીક અને પકડાયેલ તાતૂન કાતુને પોલીસ સ્ટેશને લાવી પી.એસ.ઓ.ને સ્ટોલવાળાની ફરીયાદ લેવા જણાવેલુ તથા હું અને હેડ કોન્સ્ટેબલ ડી સ્ટાફ સરકારી જીપમાં તાતૂન કાતુને તેના ઘેર લઇ જઇને એકાદ કલાક પહેલા જ ચોરી કરેલા ડીવીડી પ્લેયરને કબ્જે કરવા ગયેલા અને ત્યાં પણ એક ડીવીડી પ્લેયર કબ્જે કરેલું. અમે પોલીસ સ્ટેશને આવ્યા તો હજુ પીએસઓ એફ.આઇ.આર નોંધતા હતા આથી મેં તથા હેડ કોન્ટસ્ટેબલે કબ્જે થયેલા બન્ને ડીવીડી પ્લેયરના કાગળો તૈયાર કરી મુદામાલ પાવતી નોંધતા હતા દરમયાન આરોપી તાતૂન કાતુ જે બાજુમાં જ બેઠો હતો તે ઓચિંતો બેભાન થઇને ઢળી પડ્યો આથી અમે તેને તાત્કાલીક ભુજના જીકે જનરલ સીવીલ હોસ્પિટલમાં લઇ આવ્યા છીએ.
આ વાત સાંભળીને જયદેવે તૃર્ત જ યુનિફોર્મ ચડાવ્યો અને આવ્યો સરકારી હોસ્પિટલે અને રસ્તામાં જ તેણે બનેલ બનાવની વાત માંડવી ખાતે ગયેલા પોલીસવડાને ફોનથી કરી દીધી બીજી બાજુ ઓપરેશન ગ્રુપના પીઆઇ ટોળીયાને આ બનાવની ખબર પડતા તેેણે અગાઉ પણ ભુજમાં નોકરી કરેલી હોય તે ઓળખાણની રૂએ ડોકટરોને ભલામણ કરી દીધી કે આરોપી દર્દીને સારામાં સારી સારવાર મળવી જોઇએ. જયદેવ હોસ્પિટલની અંદર આવ્યો. તાતૂનની સારવાર ચાલુ હતી. જયદેવે વીવેક બુધ્ધી વાપરીને સરકારી જીપ આરોપીના ઘેર મોકલીને તેના કુટુંબીજનોને તેડાવવા કાર્યવાહી કરી પરંતુ તાતૂન કાતુનો મોટો ભાઇ એક જ હોસ્પિટલમાં આવ્યો. આરોપીની સારવાર ચાલુ હતી. તેમ છતા તે ભાનમાં આવતો ન હતો.
આ બનાવની ખબર પડતા પત્રકારો તેમની ફોજ ફોટોગ્રાફરો, વિડીયોગ્રાફરોને લઇને હોસ્પિટલમાં આવી ગયા, કેમ કે આ તો ખુબ મોટા ચકચારી અને રાજય વ્યાપી સમાચાર બનવાના હતા અને આઠ દસ દિવસનો મસાલો મળે તેમ હતો. કચ્છના પીઢ અને માનવતાવાદી પત્રકાર ગાલાએ જયદેવને પુછયુ કે સાહેબ તમને વાંધો ન હોય તો અહી હાજર છે તે આરોપીના મોટાભાઇનો હું ઇન્ટરવ્યુ લઉ? સામાન્ય રીતે એવી છાપ અને માન્યતા છે કે પોલીસના કાર્યનું પોસ્ટમોર્ટમ તો મીડીયાવાળા જ કરી નાખતા હોય છે. પરંતુ અંહી તે છાપથી અવળો બનાવ બન્યો. જાણ્યે અજાણ્યે મીડીયા વાળાઓ દેવદૂત બનીને જયદેવ તથા પોલીસ માટે ઉભા રહી ગયા હતા.
પત્રકાર ગાલાએ પોતાના વિડિયોગ્રાફર સાથે જ આરોપી તાતૂન કાતુના મોટાભાઇનું ઇન્ટરવ્યુ ચાલુ કર્યુ જે ટીવી ચેનલ દ્વારા જીવંત પ્રસારણ થવાનું હતું. તેમણે તાતૂના ભાઇને પ્રશ્ર્નો કર્યો કે તાતૂન શું ધંધો કરે છે. તાતૂનના ભાઇએ કહ્યું કે કોઇ શરાફી ધંધો કરતો નથી પણ તે ગંજેરી અને નશાબાજ છે અને મળે તો ડ્રગ્ઝ પણ લે છે. આ માટે તે નાની મોટી ચોરીઓ કરતો રહે છે. હજુ અઠવાડીયા પહેલા જ નશો કરીને કયાંક ચોરી કરવા ગયેલો અને દીવાલ ઠેકતા પછડાતા વાંસામાં સારી એવી ઇજાઓ પણ થયેલી, અમે પણ તાતૂનની આવી પ્રવૃતિ અને તેની આવતી રાવ ફરીયાદથી ત્રાસી ગયા છીએ વિગેરે. હાલ તો સ્પર્ધાનો જમાનો કોણ વહેલા સમાચાર પ્રસિધ્ધ કરે તેની હરીફાયમાં આ તાતૂન કાતુના ભાઇનો જીવંત ઇન્ટરવ્યુ ટીવીની વિવિધ ચેનલો ઉપરથી તુર્તજ પ્રસારિત થઇ જાહેર પ્રસિધ્ધ થઇ ગયો.
બે કલાકની સઘન સારવાર છતા તાતૂન કાતુ આ દુનિયા છોડીને રવાના થઇ ગયો પરંતુ પોલીસ માટે અને ખાસ તો જયદેવ માટે બે અઢી વર્ષ માટેની ઉપાધી છોડતી ગયો.
એક તો ચોરીના આરોપીનું પોલીસ કસ્ટડીમાં મોત અને તે પણ એક ખાસ જ્ઞાતિનો પછી શું બાકી રહે? ટેલીફોનો ઘણઘણ્યા, વાયરલેસ સંદેશાઓ ફટાફટ ઉતરવા માંડયા, અધીકારીઓ દોડવા માંડયા પરતુ તે પહેલા નખત્રાણાના પણ ભુજ ડીવાયએસપીના ચાર્જમાં રહેલા ડીવાયએસપી પંડયા ભુજ સીટી પોલીસ સ્ટેશનમાં આવી ગયેલા તેમણે પોલીસ સ્ટેશનની તમામ કર્યાવાહી સુપેરે મુંઝાયા વગર ચાલે તો માટે બુધ્ધી અને યુક્તિપૂર્વક સુપર વિજન શરૂ કરી દીધુ હતું કારણ કે કયાંક નીર્દોષ જવાનો અને અધિકારી આ કાંડનો ભોગ બને નહીં. જીલ્લાના જે જે અધીકારીઓને આ કિસ્સાના સમાચાર મળતા ગયા તેઓ ચિંતા કરતા હતા કે હવે જયદેવ અને તેની ટીમ તો ગઈ કામથી!
પોલીસવડાનો માંડવીથી જયદેવ ઉપર ફોન આવ્યો કે જરા પણ મુંઝાતા નહી અમે તમારી સાથે જ છીએ અને નખત્રાણા ડીવાયએસ.પીને જરૂરી સુચના કરી તપાસ સંભાળી લેવા હુકમો કર્યો. તેઓ તપાસ સંભાળે તે પહેલા આ મરણ જનાર તાતૂન કાતુના મોટાભાઇનું નીવેદન નોંધાઇને અકસ્માત મોતની નોંધ સ્ટેશન ડાયરીમાં કરી એકજીકયુટીવ મેજીસ્ટ્રેટને જાતે આ લાશનું ઇન્કવેસ્ટ પંચનામુ કરવા આવવા રીર્પોટ કરી દીધો હતો, તેમજ સીવીલ હોસ્પિટલમાં પેનલ ડોકટરોથી તેમજ સરકારી પરિપત્રો મુજબ પોસ્ટ મોર્ટમ કરવા રીપોર્ટ કરી દીધો હતો. બાદ આગળની તપાસ ડીવાય એસ.પી. પંડયાએ સંભાળી લીધી.
પૈસાની લાલચમાં રેકર્ડ ફરી ગઇ…!
આર્થિક લાલચ તો ભલભલાને વીચલિત કરી દે તો આ તો ગરીબ લોકો હતા, આ જ્ઞાતિના માણસનું ખુન વિગેરે થાય તો રાજય સરકાર તરફથી ખુબ જ મોટી રકમ સહાયમાં મળતી હતી. ધીમે ધીમે તાતૂન કાતુની જ્ઞાતીના રાજકીય આગેવાનો હોસ્પિટલમાં એકઠા થવા લાગ્યા, કોઇ કે તાતૂનના ભાઇને કહ્યુ કે તું એવી જાહેરાત કરી દે કે તાતૂનનું મોત પોલીસના મારથી થયુ છે. આથી તેને તાત્કાલીક જંગી રોકડ રકમની સહાય મળશે. આથી તેને તાત્કાલીક તાતૂનના મોટાભાઇની જે રેકર્ડ વાગતી હતી તે ફરી ગઇ, તે પત્રકારોને પોલીસ અધિકારીઓ ને કહેવા લગ્યો કે મે અગાઉ લખાવ્યુ તે ખોટું છે ખરેખર તો તાતૂન પોલીસના માર થી મરી ગયો છે. ખલાસ! પોલીસ દળમાં અફડાતફડી મચી અને ધુવડ બોલવા માંડયા. હવે આમાં કોણ કેવી રીતે હાથ નાખે? પરંતુ ડીવાય એસ.પી. પંડયા અને પોલીસવડા ખુબ જ મકકમ હતા, ખૂનનો ગુન્હો દાખલ કરવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો. જો આમ જ ખૂનના ગુન્હા નોંધાય તો સમાજમાં ખોટો સંદશો જાય કે કુદરતીક્રમમાં પત્રકારો મીડીયા સમક્ષ આપેલુ નિવેદન ખોટુ કેમ માનવુ? કેમકે મરણજનારના ભાઇનો ઇન્ટરવ્યુ તો મૃત્યુના એક કલાક પહેલા ટીવીની વિવિધ ચેનલોમાં ન્યુઝરૂપે પ્રસારિત થઇ ચુકયો હતો! પરંતુ આર્થિક લાલચે જબરદસ્ત તાંડવ મચાવ્યુ. જેમ દરેક જ્ઞાતિમાં અમુક ડાહયા લોકો હોય જ છે. તેમ આ જ્ઞાતિના ડાહ્યા લોકોએ ડખાળીયા તત્વોને સમજાવ્યા કે પૈસા ખતર જ આવી ખોટી રજૂઆત કરાય નહી, દુનિયા આપણને મુર્ખ ગણશે વિગેરે, આક્રમકતા થોડી ઓછી થઇ પણ પરંતુ ચળવળ ચાલુ જ રહી બીજે દિવસે ભુજ શહેરમાં જ્ઞાતિજનો દ્વારા આ અંગે જંગી રેલી યોજવાનું નકકી થયુ. રેલીમાં સમગ્ર કચ્છમાંથી જ્ઞાતીજનોને ઉમટી પડવા નોંતરા દેવાયા. હજુ હોસ્પીટલમાં તાતૂનના પોસ્ટ માર્ટમ રીપોર્ટની કાર્યવાહી ચાલુ હતી. આવો બનાવ બને એટલે જેમ મરણ પામનારના જ્ઞાતિજનો સગાવ્હાલા ઉમટી પડે તેમ પોલીસની મુસીબત પણ વધતી જતી હોય છે. જો કે બનાવ સાથે સંબંધિત પોલીસ અધિકારીને ત્રણ ચાર પ્રકારની ઉપાધી શરૂ થઇ જતી હોય છે. પરંતુ તેને મળવા કે આશ્ર્વાસન આપવા કોઇ ટોળા ઉમટી પડતા નથી. પરંતુ અનુભવી અને પીઢ અધિકારીઓ સંપર્ક કરતા હોય છે તો કેટલાક અધકચરા મોબાઇલ ફોનથી દેખાવનો વીવેક કરતા હોય છે કે મારે લાયક કામકાજ હોય તે જણાવજો પરંતુ આવા પ્રસંગે પુછવાનું ન હોય ન્યાયીક મદદ માટે પહોંચી જ જવાનું હોય, તે પ્રમાણે ભુજ તાલુકા પીઆઇ હીરાભાઇ દેસાઇ જે જયદેવની બેચના જ હતા તે હોસ્પિટલમાં રૂબરૂ આવી જયદેવને મળ્યા અને આશ્ર્વાસન આપ્યુ કે “બાપુ તમો ખુબ ભાગ્યશાળી છો માતાજી ભાલે બેઠી છે નહી તો આ મીડિયાવાળા તો પોલીસને ભાળી ન મુકે ખાય જાય તે તો તમારા દેવદૂત બનીને આવ્યા તાતૂનના ભાઇનો જ જીવંત ઇન્ટરવ્યુ લઇને ટીવી પ્રસારિત કરી દઇ તમારી ઢાલ બની ને ઉભા રહી ગયા જયદેવે કહ્યું. “સાચી વાત આખરે સત્ય મેવ જયતે આ કુદરતી સત્ય મીડીયાવાળાઓએ પ્રસારણ કરીને સર્ટીફાઇટ સત્ય બનાવી દીધુ છે.