ડો.આર.જે.કડિવારએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ બજરંગવાડી જામનગર રોડ ખાતે કડિવાર મલ્ટી સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલમાં છેલ્લા ૮ વર્ષથી પોતાની ફરજ બજાવે છે. સાથે જ આ હોસ્પિટલ તમામ પ્રકારનાં રોગો માટેનાં વિભાગો ધરાવે છે. સાથે જ રાહત ભાવે પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે. ડોકટર એટલે દર્દ, બિમારી, તકલીફો છે તેને દુર કરનાર વ્યકિત લોકોનાં દર્દીની સારવાર કરે તે ડોકટર છે. ડોકટર બનવાનું સપનું નાનપણથી જ કોઈપણના દર્દ દુ:ખમાં સહભાગી બની તેને દુર કરી શકવાની કોશિષ કરી શકીએ. દીનચર્યામાં ૧૦ થી ૧ની ઓપીડી હોય છે પછી સાંજે ૫ થી ૯ની યુનિંગ ઓપીડી હોય છે પણ જનરલ ડોકટરોની લાઈફ ખુબ જ વ્યસ્ત હોય છે પોતાની અંગત જિંદગીમાંથી પણ હોસ્પિટલ માટે દર્દીઓ માટે સમય આપવો પડતો હોય છે. દાખલ દર્દીઓને યોગ્ય સમયે સારવાર મળવી ખુબ જ જરૂરી હોય છે. યોગ્ય સારવાર માટે સમય આપવો પડતો હોય છે. દર્દીની સારવાર માટે ઘણીવાર ૧ થી ૨ દિવસ પણ હોસ્પિટલ રહી સારવાર કરવી પડતી હોય છે.
દર્દી દર્દમાંથી બહાર આવે અને આગળ જઈને પણ તેના કોઈ કોમ્પ્લીકેશન ન થાય તે ખુબ જ જરૂરી હોય છે. તેમની માટે તેમનાં દર્દીઓજ પહેલી પ્રાયોરીટી છે.
દર્દી અને ડોકટર વચ્ચે હરહંમેશ આત્મીયતાનાં સંબંધ હોય છે. દર્દી જયારે આવે છે ત્યારે તેનું દુ:ખ સાંભળી તેના સહભાગી થઈ એક પરિવારનાં સદસ્યની જેમ જ તેની સારવાર કરવામાં આવે છે. દર્દી સાથે તેનાં પરિવારનાં સદસ્યોને પણ દર્દની સંભાળ માટે જાગૃત કરે છે. ડોકટરનાં એસોસીએશન હોય છે તેમજ તેમનું પણ જામનગર રોડ એસોસીએશન છે. તેમાં ૮૫થી વધારે ડોકટરો છે. તેમાં તમામ પ્રકારનાં ડોકટરોનો સમાવેશ થાય છે. તેમાં અપડેટ થાય માટે સીએમઈ થતી હોય છે.
તેમાં રાજકોટનાં તમામ સ્પેશ્યાલીસ્ટ ડોકટરો અપડેટ થતા હોય છે. આખી કમિટી હોય છે તે ખુબ જ આ બાબતે કાર્યરત છે. નિદાન કેમ્પો કરે છે હેલ્થ માટે જાગૃતતા આવે તે માટે પણ કાર્યો કરવામાં આવે છે. એક ડોકટર તરીકે દર્દીનું દુ:ખને જાણવું જરૂરી છે એ તકલીફનું મળ હોય તેના મુળ સુધી પહોંચવું જરૂરી છે અને તેનું નિરાકરણ કરવું જરૂરી છે. કોઈપણ રોગ હોય કે મોટો ઘાતકી પ્રમાણમાં તકલીફ હોય તેને સમજવું ખુબ જ જરૂરી હોય છે. દર્દીની લાઈફ સ્ટાઈલ શું છે તે જાણી તેને સમજવી પડે છે.
હાલ સૌરાષ્ટ્રને ઈન્ડિયામાં પણ વ્યસનજન્ય પદાર્થોનું સેવન વઘ્યું છે. તેને લઈને પણ ડોકટરોએ ખુબ જ સજાગ રહેવું પડે છે અને દર્દીએ પોતાની કાળજી રાખવી જોઈએ રોગ આવે તે પહેલા તેની તકેદારી રાખવી ખુબ જ જરૂરી છે. પોતાનું સ્વાસ્થ્ય જાળવું તે બધા માટે ખુબ જ જરૂરી છે. લાઈફમાં ઘણા ચેલેન્જ હોય છે. ઘણા ગોલ હોય છે પણ લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને જાગૃત હોતા નથી. તેથી દરેકએ પુરતા પ્રમાણમાં પોષ્ટીક આહાર લેવો જોઈએ. આજનાં યુગમાં તણાવભર્યું જીવન છે. તેમાં દરેકને અલગ-અલગ સમસ્યાઓ હોય છે. ડોકટરએ દર્દી સાથે ફેમીલી જેવા આદ્યાત્મીક સંબંધો હોવા જોઈએ. ડોકટરે દર્દીની વિનમ્ર સ્વભાવ તથા લાગણીથી સારવાર કરવી જોઈએ. ડોકટર્સ ડે નિમિતે અબતકનાં દર્શક મિત્રોને ખાસ સંદેશ ડોકટર્સની સર્વે ડોકટર્સ તથા અન્યને ખુબ ખુબ અભિનંદન આજના દિવસ માટેનો ડોકટર્સ જ છે તે લોકોની દુ:ખ, દર્દ, પીડાને દુર કરવા માટે હરહંમેશ ૨૪ કલાક પોતાની જીંદગી, પરિવારને પણ મુકી સારવાર કરતા હોય છે. તેથી તેની જવાબદારીને તેઓ ખુબ જ સારી રીતે નિભાવતા હોય છે. ડોકટર્સ ડે નિમિતે બધા લોકો હેલ્થી રહો અને તંદુરસ્ત રહો, કોઈપણને રોગ ન થાય તેની માટે તકેદારીનાં પગલા લેવા જરૂરી છે.