ટ્રેનના ગીયરની મેઇન્ટેનન્સ તેમજ રીપેર માટે વાઇ-ફાઇ સંચાલીત એચડી કેમેરા રોબોટ વિકસાવાયું
રેલવે અકસ્માત ઘટાડવા તેમજ ભારતીય ટ્રેનોની સુરક્ષા અને સુવિધા વધારવાના હેતુથી કેન્દ્રીય રેલવેએ એઆઈ પાવર રોબોટનું નિર્માણ કર્યું છે જે ટ્રેનોના ગીયરની અંદરના ફોટા તેમજ વીડિયો રેકોર્ડીંગ કરી તેના મેઈટેનન્સ અંગે એન્જીનીયરોને મદદપ બનશે.
નાગપુર ડિવિઝનની રેલવે મેકેનીકલ બ્રાન્ચે ઉસ્તાદ નામના રોબોટનું નિર્માણ કર્યું છે. ઉસ્તાદનો મતલબ અંડર ગીયર સર્વેલન્સ થ્રુ આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ આસીસ્ટન્ટ ડ્રોઈડ છે. જે વાયફાય ટ્રાન્સમીટ અને એચડી કેમેરાથી દરેક કોચના મશીનો તેમજ વિભાગો પર નજર રાખશે. વાયફાયની મદદથી ઉસ્તાદ વીડિયો કેપ્ચર કરવાની સાથે સ્ટીલ ફોટોગ્રાફ પણ પાડે છે. એન્જીનીયરો તે વીડિયોને મોટી સ્ક્રીનમાં જોઈ શકે છે અને રેકોર્ડ પણ કરી શકે છે.
એન્જીનીયરો દ્વારા અપાતી કમાન્ડ મુજબ રોબોટ કોઈપણ દિશામાં વળી શકે છે. ઝુમ કરવાના ફિચર્સ ઉપરાંત કોઈપણ શંકાજનક સ્થિતિ લાગે તો પણ એલઈડી ફલ્ડ લાઈટ ડાર્ક મોડમાં જતી રહે છે. જેને કારણે એન્જીનીયરોને શંકાનો ખ્યાલ આવે છે. ઉસ્તાદ એ આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનો અદ્ભૂત નમુનો છે. માણસની નજરથી ચૂકતી ભુલો પણ ઉસ્તાદ પકડી પાડશે. મશીનરીમાં કેટલીક વખત અમુક પાર્ટસ જોવા કે તેમાં ખામી છે કે કેમ તે તપાસ કરવું મુશ્કેલ બની જતું હોય છે.
તેને પણ ગીયરની અંદરના પાર્ટસ સહિત ખૂબજ ઝીંણવટપૂર્વક તકેદારી લેશે.
રેલવે તમામ ઝોનમાં ઉસ્તાદને કામે લગાડશે. આમ રેલવેના મશીનરીની સાવચેતી રાખવાની સાથે રેલ અકસ્માતમાં પણ ઘટાડો આવશે.