સૌ.યુનિ. હરહંમેશ સંશોધનના ક્ષેત્રમાં અગ્રેસર રહી છે: કુલપતિ ભીમાણી
પ્રો. જે.પી. સિંઘ જુરેલ, પ્રો. પરમિલકુમાર, ડો.સંજય ખડકકર અને પ્રો. હિરેન જોશીએ રાષ્ટ્રીય કોન્ફરન્સમાં સૌને માર્ગદર્શિત કર્યા: કોન્ફરન્સમાં ભવનના અધ્યક્ષો, પ્રાધ્યાપકો, સંશોધકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા
અબતક, રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંકડાશાસ્ત્ર ભવન દ્વારા આયોજીત યુઝ આષફ આર્ટિફીશ્યલ ઈન્ટેલીજન્સ ધી ઓનલાઈન એજયુકેશનવિષય પરની રાષ્ટ્રીયકક્ષાની કોન્ફરન્સ આજરોજ તા . 26/2/2022 ને શનિવારના રોજ સવારે 9:30 કલાકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો . ગીરીશભાઈ ભીમાણીના અધ્યક્ષસ્થાને , ઈન્ફલીબનેટના ડાયરેકટર પ્રોફે . જે.પી. સિંધ જુરેલ , યુનિવર્સિટી ઓફ જમ્મુના પ્રોફે . પરમિલકુમાર , સંત ગાડગે બાબા અમરાવતી યુનિવર્સિટીના પ્રોફે . સંજય ખડકકર તથા ગુજરાત યુનિવર્સિટીના પ્રોફે . હિરેન જોશીની ઉપસ્થિતિમાં આંકડાશાસ્ત્ર ભવનના ઓડીટોરીયમ ખાતે યોજાએલ હતી .આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ રાષ્ટ્રીય શિક્ષા નિતિ -2020 અન્વયેના પ્રકલ્પો પૈકી ઓનલાઈન શિક્ષણના પ્રકલ્પના અનુસંધાને આયોજન કરવામાં આવેલ છે .
રાષ્ટ્રીય શિક્ષા નિતિ અનુસાર કુલ અભ્યાસક્રમના 40 ટકા અભ્યાસ વિદ્યાર્થીઓને ઓનલાઈન કરાવવાનો છે. આ રાષ્ટ્રીયકક્ષાની કોન્ફરન્સમાં ઓનલાઈન શિક્ષણમાં આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સનો ઉપયોગ કેવી રીતે થઈ શકે એ અંગે નિષ્ણાંતો એ માર્ગદર્શન આપેલ હતું.આ કોન્ફરન્સની શરૂઆતમાં ભવનના પ્રોફે . કિશોરભાઈ આટકોટીયાએ કોન્ફરન્સ વિશેની વિસ્તૃત માહિતી આપેલ હતી . કોન્ફરન્સમાં ઉપસ્થિત નિષ્ણાંતોનો વિસ્તૃત પરિચય ભવનના ડો . દીશા રાંકે આપેલ હતો.આ રાષ્ટ્રીયકક્ષાની કોન્ફરન્સમાં મુખ્ય વકતા એવા ઈન્ફલીબનેટના ડાયરેકટર પ્રોફે . જે.પી. સિંઘ જુરેલ એ ઓનલાઈન અભ્યાસ માટેના પોર્ટલ અને વિશે સૌને માર્ગદર્શિત કર્યા હતા.પ્રોફે . જુરેલે જણાવ્યું હતું કે આજના સમયમાં અભ્યાસક્રમમાં મોટા ફેરફારો આવશ્યક છે . એમાં પણ ઓનલાઈન શિક્ષણ ખુબ મહત્વ પરિબળ રહેલું છે .
આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સનો ઉપયોગ કરીને ઓનલાઈન શિક્ષણને વધુ સારી રીતે કાર્યરત કરી શકાય એ માટેના પ્રયાસો અને સંશોધનો કરવા માટે આજની આ રાષ્ટ્રીય કોન્ફરન્સ ખુબ મહત્વની છે . સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કુલપતિ ડો . ગીરીશભાઈ ભીમાણીના માર્ગદર્શન હેઠળ આંકડાશાસ્ત્ર ભવનના પ્રાંગણમાં આવી સુંદર કોન્ફરન્સનું આયોજન કરેલું છે એ ખુબ આનંદની વાત છે.પ્રોફે . જુરેલે આ રાષ્ટ્રીય કોન્ફરન્સના સફળ આયોજન બદલ કુલપતિ ડો . ગીરીશભાઈ ભીમાણીને અભિનંદન પાઠવ્યા હતા અને સાથે સાથે રાષ્ટ્રીય શિક્ષા નિતિ -2020 નો સૌપ્રથમ અમલ એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કરશે એવો વિશ્વાસ પ્રગટ કર્યો હતો.આ રાષ્ટ્રીયકક્ષાની કોન્ફરન્સના વકતા અને સંત ગાડગે બાબા અમરાવતી યુનિવર્સિટીના પ્રોફે .
સંજય ખડકરજી એ આ કોન્ફરન્સમાં આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સના ઉપયોગ થકી ઓનલાઈન શિક્ષણમાં અધ્યાપકો કેવી રીતે પોતાનું યોગદાન આપી શકે અને યુનિવર્સિટીની એકેડેમિક સમિતિઓ તેમને કેવી રીતે ઉપયોગી થઈ શકે એ વિશે સૌને માર્ગદર્શિત કર્યા હતા.પ્રોફે . ખડકકર એ જણાવ્યું હતું કે મેં આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિસરમાં આંકડાશાસ્ત્ર ભવનની મુલાકાત લીધી છે . સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું આંકડાશાસ્ત્ર ભવન એ સમગ્ર ભારતમાં સર્વશ્રેષ્ઠ ભવન છે . અહીં શિક્ષણની સાથે સાથે સંશોધન તથા એકેડેમિક પ્રવૃત્તીઓ કરવામાં આવે છે જે ખુબ સારી બાબત છે . આજની કોન્ફરન્સમાં આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સનો ક્ધસેપ્ટ સમજી અને ઓનલાઈન એજયુકેશનને વધુ સારી રીતે કેવી રીતે અમલ કરી શકાય , વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ શ્રેષ્ઠ રીતે , સરળતાથી પ્રાપ્ય થાય એ માટે આ સુંદર કોન્ફરન્સનું આયોજન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંકડાશાસ્ત્ર ભવન દ્વારા કરવામાં આવેલ છે , એ બદલ હું યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો . ગીરીશભાઈ ભીમાણીને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું .
પ્રોફે , ખડકકરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ શિક્ષણ , સંશોધન અને રાષ્ટ્ર ઉપયોગી શિક્ષણની નવી કેળીઓ કંડારશે એવો વિશ્વાસ પ્રગટ કર્યો હતો.આ રાષ્ટ્રીયકક્ષાની કોન્ફરન્સના વકતા અને યુનિવર્સિટી ઓફ જમ્મુના સિનીયર પ્રોફેસર અને સંશોધક એવા પ્રોફે . પરમિલકુમારજી એ આ કોન્ફરન્સમાં ઈન્ફોર્મેશન સાયન્સ, સ્ટેટીસ્ટીકલ ઈન્ફરન્સ અને આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સના ઉપયોગ વિશે સૌને માર્ગદર્શિત કર્યા હતા.યુનિવર્સિટી ઓફ જમ્મુના સિનીયર પ્રોફેસર અને સંશોધક એવા પ્રોફે . પરમિલજીએ આજની આ રાષ્ટ્રીય કોન્ફરન્સમાં માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે સાંપ્રત સમયમાં ઓનલાઈન શિક્ષણ એ ખુબ મહત્વનું બન્યું છે . કોવિડ -19 ની વિષમ પરિસ્થિતિમાં ઓનલાઈન શિક્ષણ એ અતિ આવશ્યક બની ગયું છે . દોઢ વર્ષમાં થયેલ ઓનલાઈન શિક્ષણ પધ્ધતીમાં અનેકવિધ ખામીઓ રહેલી નજરે પડી છે ત્યારે આ કોન્ફરન્સ થકી આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સના ઉપયોગ દ્વારા આ ખામીઓ દુર કરવા માટે વિચાર , વિમર્શ અને સંશોધન થશે એવી મને ખાત્રી છે.
આ કોન્ફરન્સના માધ્યમથી વિવિધ વિષયો પર વિચારોના આદાન – પ્રદાન થકી સુજાવ પ્રાપ્ત થશે અને આ સુજાવો પર સંશોધનના માધ્યમથી ઓનલાઈન શિક્ષણ વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવી શકાશે એવો વિશ્વાસ છે . આ કોન્ફરન્સના માધ્યમથી થનાર સંશોધનો એ સમાજ અને રાષ્ટ્રને ઉપયોગી થશે એવો વિશ્વાસ પરમિલજીએ પ્રગટ કરેલ હતો.આ રાષ્ટ્રીયકક્ષાની કોન્ફરન્સના વકતા અને ગુજરાત યુનિવર્સિટીના પ્રોફે . હિરેનભાઈ જોશી એ ઓનલાઈન શિક્ષણમાં આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સનો કેવી રીતે ઉપયોગ થઈ શકે અને આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ કેવી રીતે વિધાર્થીભોગ્ય બનાવી શકાય એ વિષય પર સૌને માર્ગદર્શિત કર્યા હતા.પ્રોફે . હીરેનભાઈ જોશી એ આ રાષ્ટ્રીય કોન્ફરન્સમાં સૌને ઓનલાઈન શિક્ષણ વ્યવસ્થામાં આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સનો ઉપયોગ કરી આ વ્યવસ્થાને વધુ સરળ બનાવવામાં ઉપયોગી થશે એવો વિશ્વાસ પ્રગટ કરેલ હતો.
આ રાષ્ટ્રીયકક્ષાની કોન્ફરન્સમાં અધ્યક્ષસ્થાનેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો . ગીરીશભાઈ ભીમાણીએ સૌને માર્ગદર્શિત કરતા જણાવ્યું હતું કે ભારત દેશ વિવિધતાઓનો દેશ છે . ભારતની શિક્ષા પ્રણાલી એ આદી કાળથી સમગ્ર વિશ્વમાં પ્રસ્તુત શ્રેષ્ઠતમ શિક્ષા પ્રણાલી છે . ભારતે રાષ્ટ્રીય શિક્ષા નિતિ -2020 ની પરિકલ્પના કરીને શિક્ષાના ક્ષેત્રમાં નવી દિશા સૂચવી છે .અંતમાં કુલપતિએ આ રાષ્ટ્રીય કોન્ફરન્સના સફળ આયોજન બદલ આંકડાશાસ્ત્ર ભવનના પ્રો . કિશોરભાઈ આટકોટીયા ડો . દીશા રાંક , ડો . અચ્યુત પટેલ તથા સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા . આ કોન્ફરન્સમાં આભારવિધિ ડો . હરેશભાઈ ટાંકે કરેલ હતી . આ રાષ્ટ્રીયકક્ષાની કોન્ફરન્સમાં પ્રાધ્યાપકઓ , સંશોધકો તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા હતા .