કુલ ૧૭ સભ્યો પૈકી ૭ સભ્યો જૈન સમાજના ચૂંટાયા
તાજેતરમાં દિલ્હી ગુજરાતી સમાજની ૨૦૧૯/૨૦ના વષેની મેનેજમેન્ટ કમિટીની અત્યંત રસાકસીભરી ચૂંટણી યોજાઈ હતી.
દિલ્હી ગુજરાતી સમાજની મેનેજમેન્ટ કમિટીની ચૂંટણીમાં ઝોસા ઉષાબેન વિપીનભાઈ વિજેતા ઘોષિત થયેલ છે. કુલ ૧૭ વિજેતા ઉમેદવારોમાં ૭ જૈનો ચૂંટાયેલ છે જે જૈન સમાજ માટે ગૌરવની બાબત છે.
ગત બે વષેના કાર્યોની નોંધ લઈ જાગૃત મતદારોએ *સતત ત્રીજા વર્ષે પણ યુનાઈટેડ ફોર ચેંજ ( U F C ) પેનલને વિજયી બનાવી વિશ્વાસ જાળવી રાખ્યો છે. વિજયની હેટ્રીક હાંસલ થતાં સવેત્ર હષે છવાઈ ગયેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હી ગુજરાતી સમાજ રહેવા જમવાની ખૂબ જ સારી વ્યવસ્થા વ્યાજબી મૂલ્યથી પ્રદાન કરે છે.આ ઉપરાંત ત્રણ સ્કૂલ તથા શાહ સભાગારનું સંચાલન પણ નવી ચૂંટાયેલ કમિટીના કાયેક્ષેત્રમાં આવે છે. વિજેતા ઉમેદવાર ઉષાબેન વિપીનભાઈ ઝોસા પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સા.ના સંસારી મામી થાય છે તથા જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળાના મામીજી થાય છે. દિલ્હી ગુજરાતી સમાજમાં ભારતભરના લોકો લાભ લે છે. ગુજરાતી જૈનોને તથા ગુજ્જુ લોકોને દિલ્હી ગુજરાતી સમાજને લગતુ કોઈપણ કામકાજ હોય તો મો. ૯૯૧૧૧ ૭૮૭૫૨ ઉપર સંપર્ક કરવા સેવાભાવી ઉષાબેને જણાવેલ છે. પ્રેસીડેન્ટ તરીકે કૌશિકભાઈ પંડ્યા મો.૯૮૭૧૩ ૫૮૭૮૫,વાઈસ પ્રેસીડેન્ટ તરીકે નિલેશભાઈ શાહ તથા માનદ્ મંત્રી નિતિનભાઈ આચાર્યની નિમણૂક થયેલ છે.