કોવીડ-19 ની મહામારી અંતર્ગત બે મહિના ના લોકડાઉન ના કારણે દેશભરનાં ગરીબો – શ્રમિકોની આર્થિક પરિસ્થિતિ ખુબજ કથળી જવાના કારણે આ લોકો ની હાલાકી દૂર કરવા રાષ્ટ્રીય કોંગ્રેસના અઘ્યક્ષ આદરણીય સોનીયાજી તેમજ રાહુલજી દ્વારા કેન્દ્ર સરકારને જરૂરી સૂચનો કરવામાં આવેલ જે કેન્દ્ર સરકાર એ ધ્યાને ન લેતા દેશભર માં કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર આવેદનપત્રો પાઠવી ઉગ્ર માંગણીઓ કરવા છતાં આ બહેરી અને મૂંગી સરકાર દ્વારા આજદિન સુધીમાં કોઈજ નક્કર સહાય જાહેર કરવામાં ન આવતા રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા દેશભરમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ – આગેવાનો દ્વારા આ કાર્યક્રમ અંતરગત સોશ્યલ મીડિયાના માધ્યમથી સરકારને જગાડવાનો અસરકાર કાર્યક્રમ આપવામાં આવેલ જે કાર્યક્રમ ને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ અગ્રણી ઉષાબેન કુસકીયાએ સફળ ગણાવી વધુમાં જણાવેલ કે કોંગ્રેસપક્ષની નીતિ હંમેશા પ્રજાજનોના સુખ દુઃખના ભાગીદાર બની રહેવા કાયમ રહી છે
અને એમના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા હંમેશા સદૈવ તત્પર રહી છે ત્યારે કોંગ્રેસપક્ષ તરફથી આ કાર્યક્રમ દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ વ્યાજબી માંગણીઓ કરવામાં આવી જેમાં (1) ગરીબો – શ્રમિકોને રૂપિયા દસ હજારની સહાય કરવા, (2) શ્રમિકોને તેમના માદરે વતન સહી સલામત રીતે વિના મુલ્યે પહોંચાડવા, (3) કૃષિ ધિરાણની મુદ્દલ અને વ્યાજ પરત કરવાની મુદત માં વધારો કરાવી ઓટો રીન્યુઅલનો અમલ કરાવી વ્યાજ માફીની માંગણી કરવામાં આવી છે.