તાજેતર માં પરપ્રાંત નાં લોકો દ્વારા જે રોષ સાથે તોડફોડ કરવામાં આવેલ છે તેમજ એ. બી. પી અસ્મિતા ટીવી ચેનલ નાં પત્રકાર ઉપર જે હિચકારો હુમલો કરવામાં આવેલ તેના રાજ્યભર માં ઘેરા પ્રત્યાઘાત પડી રહેલ છે
ત્યારે તે અંગે પ્રદેશ કોંગ્રેસ મહિલા અગ્રણી ઉષાબેન કુસકીયા એ આ કૃત્ય ને કડી નિંદા સાથે વખોડી કાઢતા જણાવેલ કે પ્રવર્તમાન પરિસ્થિતિ માં જયારે મીડિયા કર્મીઓ તેમજ પોલીસ કર્મીઓ પોતાની જાન ને જોખમ માં મુકીને જયારે ચોવીસ કલાક લોકોની વચ્ચે રહી પોતાની ફરજ બજાવી રહેલ છે.
ત્યારે આવું ગુનાહિત કૃત્ય ને સાંખી લેવાય નહી જેથી આવા ગુનેગારો સામે સખ્ત પગલાં લેવા ની માંગણી સામે સાથે મીડિયા કર્મી ઓને સુરક્ષા કવચ પુરૂ પાડવા માંગણી કરેલ છે. અને પત્રકારો ઉપર થતા અવાર નવાર અમાવીય અત્યાચાર માટે સરકારે ખાસ અલગ થી નિયમો ઘડવા જોઈએ અને તેઓને યોગ્ય સહાય ચૂકવવા પણ માંગણી કરવામાં આવેલ છે. પરપ્રાંતીય લોકો ના ગેરવર્તન ની ઝાટકણી કાઢતા વધુમાં જણાવેલ કે જ્યાં રોજી રોટી મળતી. રહેવા મળતું.
માલિકો દીકરાની જેમ રાખતા એજ ગુજરાત અને રાજકોટ આચાનક આવા લોકો માટે ખરાબ કેમ થઇ ગયું તે વાત તેઓ એ સમજી શકવી જોઈએ જયારે એક પત્રકાર ઉપર ૨૦ જેટલાં લોકો આક્રોશ સાથે તૂટી પડે એ કેટલું વ્યાજબી છે.
પોતાના વતન જવાની જીદે ચડીને આતંક મચાવવો એ કૃત્ય ને ચાંખી લેવો જોઈએ નહી એવું અંત માં આખબરી યાદી દ્વારા જણાવવું છે.