પ્રાણીઓ આપણને ખૂબ ઉપયોગી છે. તેઓ આપણને ઘણી બધી ચીજો આપે છે. તેમાંની કેટલીક ચીજો નીચે દર્શાવી છે.
૧- દૂધ :
ગાય-ભેંસ જેવાં પ્રાણીઓ આપણને દૂધ આપે છે. દૂધમાંથી દહીં, છાશ, માખણ, પનીર, ચીઝ, ઘી, શીખંડ, મઠ્ઠો વગેરે બને છે. દૂધ ને લીધે ભારતમાં મોટા પાયા પર ડેરી ઉદ્યોગ વિકસ્યો છે.
૨- મધ :
મધમાખીઓ મધ આપે છે. મધ આપણને ખૂબ શક્તિ આપે છે. મધ સૌને ભાવે છે. મધ ગુણકારી છે. તે એક ઔષધિ તરીકે પણ વપરાય છે.
૩- રેશમ :
રેશમના કીડાઓ આપણને રેશમના તાર આપે છે. જેમાંથી રેશમી કપડાં બનાવાય છે. ભારતમાં રેશમી કાપડ બનાવવાનો ઉદ્યોગ વિકસ્યો છે.
૪- ઉન :
ઘેટાં, બકરાં, ઉંટ જેવા પ્રાણીઓ આપણને ઉન આપે છે, જેમાંથી ગરમ (ઉની) કપડાં બનાવવામાં આવે છે. ભારતમાં ગરમ (ઉની ) કાપડ ઉદ્યોગનો વિકાસ થયો છે.
૫- ચામડું :
ચામડું આપણને મરેલાં પ્રાણીઓની ચામડીમાંથી મળે છે, જેમાંથી બૂટ-ચંપલ-સેન્ડલ, પસર્ં, બેસ્ટ, જેકેટ, બેગ વગેરે ચામડાની વિવિધ પ્રકારની અનેક વસ્તુઓ બનાવવામાં આવે છે.
૬- ખાતર :
મબલક પાક ઉત્પન્ન કરવા માટે ખાતરની જરુર પડે છે. ઢોરોનાં છાણ-મૂત્રમાંથી ખાતર બને છે. આ ખાતર સેન્દ્રિય ખાતર તરીકે ઓળખાય છે. તેનાથી જમીનની ફળદ્રુપતા જળવાય છે.
૭- મોતી :
દરિયામાં અસંખ્ય છીપલાં હોય છે. છીપની અંદરથી સુંદર, ચમકતાં મોતી મળે છે. જેમનો ઉપયોગ આભૂષણો બનાવવામાં થાય છે. કેટલીક વસ્તુઓને સુંદર અને સુશોભિત બનાવવા માટે ભારતમાં થતું મોતીકામ અજોડ ગણાય છે.
૮- કોડી :
દરિયામાંથી કોડીઓ મળે છે. બાળકોને કોડીઓ રમવાની બહુ મજા પડે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com