સનસાઈન ગ્રુપ ઓફ ઈન્સ્ટિટયુટ દ્વારા બે દિવસીય મોટીવેશનલ ઈવેન્ટમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યાં
વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શાળા-કોલેજો દ્વારા અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવતા હોય છે. જે અંતર્ગત રાજકોટ સ્થિત સનસાઈન ગ્રુપ ઓફ ઈન્સ્ટિટયુટ દ્વારા રાજકોટ ખાતે ૨ દિવસીય મોટીવેશનલ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ મોટીવેશનલ ઈવેન્ટમાં પ્રથમ દિવસે સુન્દરે મંત્ર કામ્યાબી કે શિર્ષક હેઠળ રાજકોટ સહિત જામનગર, ધ્રોલ, મોરબી અને ગોંડલ ઉપરાંત રાજકોટની અન્ય સ્કૂલોના ધો.૧૧ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે હવે પછીની કારકિર્દી સફળતાપૂર્વક કઈ રીતે બનાવી તેનો મંત્ર આપવામાં આવ્યો હતો.
આ બે દિવસીય ઈવેન્ટમાં રાજકોટની હરીવંદના કોલેજ, વિવેકાનંદ કોલેજ, માતૃશ્રી વિરબાઈ મહિલા કોલેજ, કણસાગરા કોલેજ, એમ.જે.કુંડલીયા કોલેજ, સર્વોદય કોલેજ, મિરાંબીકા કોલેજ, સત્યપ્રકાશ કોલેજ, સિપ્રા કોલેજ, ગીતાંજલી કોલેજ તેમજ એચ.એન.શુકલ કોલેજ સહિતના લગભગ ૧૮ કોલેજોના ૧૨૦૦ વિદ્યાર્થીઓને કામ્યાબી મંત્રનો પાઠ ડો.વિકાસ અરોરાએ શિખવ્યો હતો.
પાછલા ત્રણ વર્ષથી આયોજીત થતા મોટીવેશનલ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ પોતાની આવનારી કારકિર્દી માટે કાર્યક્રમોની રાહમાં હોય છે. કોલેજ ઉપરાંત આવતીકાલે રાજકોટની વિવિધ સ્કૂલોના લગભગ ૧૧૦૦ વિદ્યાર્થીઓ અભી નહીં તો કભી નહીં શિર્ષક હેઠળ કાર્યક્રમમાં ભાગ લેવાના છે.
આ તકે સનસાઈન ગ્રુપ ઓપ ઈન્સ્ટિટયુટના ઈન્ચાર્જ કેમ્પસ ડાયરેકટર ડો.વિકાસ અરોરાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘યુઝ યોર ટાઈમ અધરવાઈઝ લુઝ યોર ટાઈમ’ જેવા વાકયથી પોતાની વાતનો પ્રારંભ કરતા વિકાસ અરોરાએ યુવાનોને સમયની કિંમત સમજાવી હતી. વધુમાં તેઓએ ત્રણ વર્ષથી આયોજીત કરવામાં આવતા પ્રેરણાદાયી કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓને અનેરી ઉર્જાનો સંચાર કરવા અનુરોધ કર્યો હતો. આવા કાર્યક્રમોમાં ભાગ લીધા બાદ વાલીઓનો પણ ત્વરીત પોઝીટીવ અભિપ્રાય મળે છે.
વિદ્યાર્થીઓ માટે આ સેમીનાર સિવાય પણ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને ૨૦૦૦ ‚પિયા સુધીની ગીફટ તેમજ સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા. વધુમાં ડો.વિકાસ અરોરાએ જણાવ્યું હતું કે, સમયને માન આપો તો સમય તમને સન્માન અપાવશે.