તમારે પણ ઓછા બજેટમાં નવા કપડાં તૈયાર કરવા છે તો તમારી મમ્મીની જૂની સાડી કબાટમાંથી કાઢો અને તેનાથી સલવાર, કુર્તા કે લોન્ગ જેકેટ્સ અને સ્કર્ટ બનાવો જે તમને સુંદર લૂક આપી શકે છે. આ પ્રકારના ઘણા ઓપ્શન છે જેના દ્વારા અનોખી સ્ટાઈલ અપનાવી શકો છો.
સુંદર દુપ્પટા :
જુની બનારસી કે શિફૉન સાડીનો ઉપયોગ તમે દુપટ્ટાની જેમ કરી શકો છો. કુર્તાથી લઈને લહેંગા દરેક પર આવા દુપટ્ટા સારા લાગે છે. પ્લેન સાડી હોય તો તેની પર પેચ વર્કનો ઓપ્શન પણ ટ્રાય કરી શકો છો.
સલવાર-કુર્તા :
જૉર્જેટ, બ્રોકેડ અને કૉટન સાડીઓનો ઉપયોગ સલવાર બનાવવાનો ઓપ્શન પણ સારો છે. કુર્તા સિંપલ હોય કે હેવી આ પ્રકારના સલવાર તમે બધા પર પહેરી શકો છો. કૉટનની સાડીમાં પટિયાલા સલવાર પણ સારા લાગશે. આ સિવાય જૂની સાડીની મદદથી તમે કુર્તા પણ બનાવી શકો છો.
સ્કર્ટ :
અલગ-અલગ પેટર્નની જુની સાડીની મદદથી અલગ-અલગ પ્રકારના સ્ટાઈલિશ સ્કર્ટ બની શકે છે. તમે પ્લીલેડ અને પ્લેન બને સ્ટાઈલથી સ્કર્ટ બનાવી શકો છો. કેઝ્યુલ લૂક સાથે હેવી લૂકના સ્કર્ટ તમારી જરૂરીયાત અને તમારી સાડી અનુસાર બનાવી શકો છો
ડસ્ટર જેકેટ :
બ્રોકેડ વર્ક સાડીની મદદથી ડસ્ટર જેકેટ પણ બનાવી શકો છો. ફુલ સ્લીવ ફ્રંટ સ્લિટ વાળા આ જેકેટને લહેન્ગા, સ્કર્ટ કે કુર્તાઓ સાથે કરીને પહેરી શકો છો.