એ વાત બધા જાણે છે કે, હિંદુ ધર્મમાં તુલસીને ઘણો પવિત્ર છોડ માનવામાં આવ્યો છે. તેમજ હિંદુ ધર્મમાં એને ‘સ્વર્ગના છોડ’ ના નામથી પણ ઓળખવામાં આવે છે. આપણે ત્યાંની માન્યતા અનુસાર તુલસીના છોડનું ઘરમાં હોવું ઘણું શુભ હોય છે. એટલે જ તો હિંદુ ધર્મમાં આસ્થા રાખવા વાળા લગભગ દરેક વ્યક્તિના ઘરમાં તુલસીનો છોડ હોય છે.
લોકો દ્વારા તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે. તેમજ તુલસીના છોડ વગર ભગવાન વિષ્ણુની પૂજા અધુરી માનવામાં આવે છે. જણાવી દઈએ કે તુલસીને માત્ર ધાર્મિક દૃષ્ટિથી જ નહીં પણ વૈજ્ઞાનિક દૃષ્ટિથી પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તુલસીનો એક એન્ટી બાયોટિકના રૂપમાં ઉપયોગમાં લેવાય છે.
તુલસી સાથે જોડાયેલો છે મંગળ ગ્રહ :
જાણકારી માટે જણાવી દઈએ કે, જે લોકો તુલસીના પાંદડાનું નિયમિત સેવન કરે છે, એમને કોઈ પ્રકારની શારીરિક સમસ્યા નથી થતી. તેમજ તુલસીના પાંદડાનો ભગવાનને ભોગ પણ ચડાવાય છે. તેમજ તુલસીના છોડનો એક ટોટકો પણ કરવામાં આવે છે. જે કોઈ પણ વ્યક્તિનું સુતેલું ભાગ્ય જગાડી શકે છે. અને સાથે જ બધા દુઃખોનો નાશ પણ થઈ જાય છે.
પ્રાચીન કાળથી તુલસીને મંગળ ગ્રહ સાથે જોડાયેલ માનવામાં આવે છે. અને તુલસીમાં આગનું તત્વ પણ મળી આવે છે. તુલસી કોઈ પણ વ્યક્તિના જીવનમાં સ્થિરતા લાવવા માટે ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તુલસીથી મનને શાંતિ મળે છે. એની સાથે જ ખુશી અને પ્રેમ પણ મળે છે.
તુલસી વ્યક્તિના જીવનમાં પૈસા લાવવામાં પણ મદદ કરે છે. તેમજ તુલસીનો છોડ દરેક ગાંડપણ સામે વ્યક્તિની રક્ષા કરે છે. તુલસીનો ઉપયોગ તમે સુક્ષમ પ્રક્ષેપણ માટે, પ્રેમમાં આકર્ષણ માટે અને ભૌતિક પ્રવાસમાં કિસ્મત લાવવા માટે કરી શકો છો. આજે અમે તુલસીના અમુક અસરદાર ટોટકા વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારા જીવનને હંમેશ માટે બદલી શકે છે.
ઘર માંથી નકારાત્મક ઉર્જાનો નાશ કરવા માટે :
ઘર માંથી નકારાત્મક ઉર્જાનો નાશ કરવા તેમ 4-5 તુલસીના પાન લો. ત્યારબાદ કોઈ પિત્તળના પાત્રમાં પાણી ભરી એમાં તુલસીના પાન 1 દિવસ માટે મૂકી દો. 24 કલાક પછી એ પાણીને પોતાના ઘરના મુખ્ય દરવાજા પર છાંટો. ત્યારબાદ ઘરના બીજા ભાગોમાં પણ એ પાણીનો છાંટો. એનાથી નકારાત્મક ઉર્જાથી તમને છુટકારો મળી જશે.
વ્યવસાયમાં પ્રગતિ માટે :
વ્યવસાયમાં ઉતર ચડાવ આવતા રહે છે. પણ જે લોકોનો વ્યવસાય સારો નથી ચાલતો, તો એવા લોકો દર શુક્રવારે સવારે તુલસીના છોડને કાચું દૂધ અર્પિત કરો, અને સાથે જ મીઠાઈનો ભોગ ધરાવો. ત્યારબાદ કોઈ સુહાગણ મહિલાને મીઠી વસ્તુ આપો. એવું કરવાથી જલ્દી જ વ્યાપારમાં સફળતા મળવા લાગશે.