ટેક્નોલોજીની આ દુનિયામાં વાયરસનાં અટેકનું જોખમ હંમેશાથી રહે છે. કોમ્પ્યુટર પર મોટેભાગે વાયરસ અટેક Browser માટે હોય છે. પરંતુ હવે ચિંતાની કોઈ વાત નથી કારણ કે, હવે એસ બ્રાઉઝર આવી રહ્યું છે, જે કોમ્પ્યુટરને વાયરસ અટેકથી બચાવશે. આ નવું બ્રાઉઝર Microsoft કંપની લઈને આવી રહી છે. આ કંપની કોમ્યુટરને વાયરસનાં અટેકથી બચાવવા માલવેર ફ્રી બ્રાઉઝર તૈયાર કરી રહી છે.
આ ઓએસમાં આવશે Browser
ખબર છે કે, માઈક્રોસોફ્ટનું બ્રાઉઝર માટે લાવવામાં આવનાર ફીચર અત્યારે ટેસ્ટીંગમાં છે. માનવામાં આવી રહ્યું છે કે, આ ફીચરને કંપની પોતાના પહેલાથી હાજર એજમાં આપશે. આ ફીચરને વિન્ડોઝ ડિફેન્ડર એપ્લીકેશન ગાર્ડનાં નામથી અલગ લાવવામાં આવી રહ્યો છે અને Windows 10 ઇનસાઇડરમાં આપવામાં આવશે.
આ રીતે રોકશે વાયરસ અટેક..
માઈક્રોસોફ્ટનું આ ફીચર બ્રાઉઝર અંદર જ એક વર્ચ્યુઅલ પીસી ક્રિએટ કરશે. જેનાથી આ બ્રાઉઝરને કોમ્પ્યુટરથી અલગ કરી દેશે. આ વર્ચ્યુઅલ મશીન એક બ્રાઉઝરને કોમ્પ્યુટરની સ્ટોરેજ અને અન્ય બધી એપ્સથી અલગ રાખે છે. ત્યાર બાદ તે સુનિશ્ચિત કરે છે કે, કોઈ પણ માલવેર અથવા વાયરસ કોમ્યુટરને અફેક્ટ નહી કરી શકે.