દરેક ઘરમાં દરરોજ ચા બનાવ્યા બાદ ઉકાળેલી ભૂકી  બચી જાય છે જે કચરામાં ફેંકી દેવામાં આવે છે. શું તમે જાણો છો કે એ ચાની ભૂકીનો  ઘરમાં ઘણી રીતે ઉપયોગ કરી શકાય છે. તમે હેર કેર માટે પણ  ઉપયોગ કરી શકો છો. બચેલી ચાની ભૂકીનો ઉપયોગ તમારા વાળમાં નવી ચમક તો લાવશે જ પરંતુ તમારા વાળને નરમ પણ રાખશે. વાળમાં ચમક લાવવા માટે સલૂનમાં ઘણા પ્રકારની હેર ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. જેના માટે ઘણા પૈસા ખર્ચવા પડે છે. અમુક સમયે આવી ટ્રીટમેન્ટ વાળને નુકસાન પણ પહોંચાડે છે. ચાલો જાણીએ કે કેવી રીતે બચેલ ચાની ભૂકી તમારા વાળને કુદરતી રીતે ચમકદાર બનાવી શકે છે.

11 7

તમારા વાળમાં ચમક લાવવા માટે આ રીતે ઉપયોગ કરો

જો તમે ઉકાળેલી ભૂકીનો ઉપયોગ વાળ માટે કરવા માંગો છો, તો પહેલા તેને ચાળણીમાં કાઢી લો અને તેને સાદા પાણીથી સારી રીતે સાફ કરો જેથી તેમાં ખાંડ બાકી ન રહી જાય. હવે તેને ફરીથી પાણીમાં નાંખો અને તેને સારી રીતે ઉકાળો અને પાણીને ગાળીને ઠંડુ થવા દો. તમારા વાળને સારી રીતે શેમ્પૂ કરો અને છેલ્લે ચાના પાંદડાના પાણીથી તમારા વાળ ધોઈ લો. આ રીતે, તમને  થોડા દિવસોમાં સારું પરિણામ મળશે.

12 8

બોડી સ્ક્રબ તરીકે પણ વાપરી શકાય છે

ઉકાળેલી ચાની ભૂકીનો ઉપયોગ શરીરમાંથી ડેડ સ્કીન  દૂર કરવા માટે પણ કરી શકાય છે. આ માટે સૌથી પહેલા ચાની પત્તી સાફ કરો અને પાણી કાઢી લો અને તેમાં જોજોબા ઓઈલ, ઓલિવ ઓઈલ અથવા બદામનું તેલ મિક્સ કરો અને તેનાથી આખા શરીરને સ્ક્રબ કરો. શિયાળામાં આનાથી તમારી ત્વચા કોમળ બનશે અને ડેડ સ્કિન પણ દૂર થશે.

13

તમે આ રીતે પણ ઉકાળેલી ચાની ભૂકીનો  ઉપયોગ કરી શકો છો

છોડ માટે ખાતર તરીકે બાકીની ઉકાળેલી ભૂકીનો ઉપયોગ કરવા ઉપરાંત, તેનો રસોડામાં ઘણી રીતે ઉપયોગ કરી શકાય છે. ઉદાહરણ તરીકે, જો જૂના બોક્સમાંથી દુર્ગંધ આવવા લાગે છે, તો ચાના પાંદડાને ઉકાળો અને બોક્સને પાણીમાં બોળીને સાફ કરો, દુર્ગંધ દૂર થઈ જશે. આ સિવાય જો ઘી અને તેલ વાળા વાસણોમાંથી દુર્ગંધ આવતી હોય તો તેને ચા પત્તીના પાણીથી સાફ કરી શકો.

14 7

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.