અત્યારની ભાગ દોડ વાળી લાઇફમાં ફોન ૨૪*૭ આપણી પાસે જ હોય છે અને જો ક્યારેક થોડી ક્ષણો માટે પણ ન હોય તો જાણે દુનિયાથી અલગ જ થઇ ગયા હોય તેવું લાગે છે ઓફિસ હોય કે ઘર દરેકનાં હાથમાં ફોન જોવા જ મળે છે એવા કેટલાંક લોકો અંધારામાં પણ ફોનનો ઉપયોગ કરવાથી નથી ચુંકતા. જો તમે પણ કંઇક આ રીતે જ ફોનનો ઉપયોગ કરો છો તો આગળ વાંચવાનું તમારા માટે ખૂબ જ જરુરી છે અંધારામાં ફોનનો ઉપયોગ કરવાથી અનેક પ્રકારના નુકશાનનો સામનો કરવાનો વારો આવે છે.
અંધારામાં વધુ વાર સુધી ફોનનો ઉપયોગ કરવાથી ધીમે ધીમે સ્ટ્રેસનો અનુભવ થવા લાગે છે એવું થવા પાછળનું મુખ્ય કારણ આંખોને વધુ ભારે સહન કરવો પડે છે એટલાં માટે જ અંધારામાં ફોનનો ઉપયોગ બને ત્યાં સુધી ટાળવો હિતાવહ છે. મોડી રાત સુધી ફોનનો ઉપયોગ કરવાથી સૌથી વધુ અસર ઉંઘ પર પડે છે ધીમે-ધીમે નિંદ્રા ઓછી થવા લાગે છે અને આગલાં દિવસે તમને થાક પણ અનુભવશે. રાત્રે પથારીમાં પડતા જ ફોન હાથમાં લઇ લેવો એવું કરવાથી આંખોમાં લાલાશ અને ડ્રાઇનેસની મુશ્કેલીઓ સર્જાય છે ઉંઘવા પહેલાં મોબાઇલ ગેમ રમવી કે મિત્રો સાથે ચેટ કરવી એ સમયે એ વ્યક્તિને એ ખબર પણ નથી હોતી કે એ કારણથી તેની ઉંઘ ઓછી થવા લાગે છે જેનું આગળ જતા ખૂબ ખરાબ પરિણામ આવે છે