ક્યારેક તો એવો વિચાર આવ્યો જ હશે કે, ઈન્ટરનેટ કનેક્શન વગર વ્હોટ્સઅપ ચાલે તો મજા આવી જાય. તો હા હવે તે હકીકત થઇ ગયું છે અને તમે પણ ઈન્ટરનેટ કનેક્શન વગર વ્હોટ્સઅપ ચલાવી શકો છો. ડેટા પેક વગર વ્હોટ્સઅપ ચલાવવા માટે તમારે કોઈ એપની જરૂર નથી, પરંતુ એક સિમ લાવવું પડશે અને તે સીમ છે ચેટ સિમ.

શું છે ચેટ સિમ ??

ચેટ સિમ એવું સિમ કાર્ડ છે જેનથી તમે મનભરીને સરળતાથી વ્હોટ્સઅપ પર ચેટ કરી શકો છો. ચેટ સિમ તે કાર્ડ છે જે યૂઝરને એપ્સ જેવી કે, વ્હોટ્સઅપ, વીચેટ, મેસેન્જર અને હાઈક વગેરેને ઈન્ટરનેટ કનેક્શન વગર ઉપયોગ કરાવવાની સુવિધા આપે છે. આ પ્રકારનું આ પહેલું સિમ કાર્ડ છે.

ભારતમાં એક ચેટ સિમની લગભગ ૯૦૦ રૂપિયા છે. તેને તમે ઈન્ટરનેટની મદદથી તેની વેબસાઈટ પરથી મંગાવી શકો છો.અને સરળતાથી તેનો ઉપયોગ પણ કરીને ફ્રી ચેટીંગ કરી શકો છો. ચેટ સિમ લગભગ ૧૫૦ દેશોમાં કામ કરે છે અને સારી વાત તે છે કે, તેના માટે કોઈ એક્સ્ટ્રા ચાર્જ નહી આપવો પડે.

તમે મોટાભાગનો સમય બહાર રહો છો અને વ્હોટ્સઅપ મેસેન્જર એપનો ઉપયોગ કરો છો તો ચેટ સિમ જરૂરથી લેવું જોઈએ. તે માટે તમારે બસ એક વખત જ ખર્ચ કરવો પડશે. પરંતુ ત્યાર બાદ મોટા ઈન્ટરનેટ બીલમાંથી છુટકારો મેળવી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.