આંખ ની આસપાસ ડાર્ક સકૅલ્સ હોય એ અજાણી વાત નથી. આંખ ની નીચે ડાર્ક સકૅલ્સ હોવાના કારણે છોકરીઓ ની ખૂબસૂરતી માં ખલેલ પહોચાડે છે. છોકરીઓ ડાર્ક સકૅલ્સ ની સમસ્યા થી બચવા માટે મેકઅપ નો ઉપયોગ કરતી હોય છે . પરંતુ મેકઅપ ના ઉપયોગ થી તે થોડા સમય માટે જ છુપાવી સકે છે, પણ થોડા સમય પછી ડાર્ક સકૅલ્સ પાછા દેખાવા લાગે છે. આજે અમે કેટલાક એવા નુસ્ખાઓ બતાવા જઇ રહ્યાં છીએ કે જે ના ઉપયોગ થી તમે ડાર્ક સકૅલ્સ ની સમસ્યા થી બચી સકો છો.જો તમારી આંખ ની આસપાસ ડાર્ક સકૅલ્સ હોય તો રૂ ના ટુકડા માં ગુલાબજળ લગાવી ને તે રૂ ને આંખ પર રાખો . દરરોજ આ પ્રયોગ થી તમે ડાર્ક સકૅલ્સ ની સમસ્યા થી બચી સકો છો.
- કેમોમાઇલ ચા માં ભરપૂર એન્ટીઑકિસડન્ટ હોય છે. જે ત્વચા ના કાળા રંગ ને દૂર કરી ને ચમક આપે છે . કેમોમાઇલ ચા ને પાણી માં ઉકાડી તે ને ગાળી તે પાણી ને ઠંડુ કરી આંખ ની આસપાસ લગાવી પાંચ મિનિટ રહેવા દો પછી સાદા પાણી થી સાફ કરી નાખો.આ પ્રયોગ ના ઉપયોગ થી પણ ડાર્ક સકૅલ્સ ને દૂર કરી સકાઇ છે.
- ફૂદીના ના પાન માં પણ ભરપૂર માત્ર માં એન્ટીઑકિસડન્ટ અને માઇક્રોબાયલ ગુણ જોવા મળે છે . જો તમે ઇચ્છતા હોય કે તમારા ડાર્ક સકૅલ્સ દૂર થાઈ તો તમે ફુદીના ની પેસ્ટ પણ આંખ પાસે લાગવી સકો છો .
- હરિસિંગરના ફૂલો ને પીસી ને ઓલિવ ઓઇલ ઉમેરી ને આ મિશ્રણ ને આંખ પાસે લગાવી સુખાવા દઈ હળવા ગરમ પાણી થી સાફ કરી નાખો . આ નો પ્રયોગ પણ ડાર્ક સકૅલ્સ ની સમસ્યા થી છુટકારો આપાવી સકે છે.
- રૂ લો અને બટાટાના રસમાં તે ડૂબાડો. તમારી આંખો બંધ કરો અને તમારી આંખો પર આ રૂ મૂકો. ખાતરી કરો કે તે તમારી આંખો તેમજ ડાર્ક સકૅલ્સ નો સમગ્ર વિસ્તાર આવરી લે છે. તેને 10 મિનિટ માટે રહેવા દો અને ઠંડા પાણીથી ધોઈ નાખો. જેના થી પણ તમે ડાર્ક સકૅલ્સ થી રાહત અનુભવી સકો છો.