પ્લાસ્ટિકની બોટલથી ઘરને આપો એક નવુ જ સ્વરૂપ…
આજકાલ ભોજન સાથે કોલ્ડ્રીંક લેવાનું ચલણ ખુબજ વધ્યું છે સાથે સાથે ઘરે પણ કોલ્ડ્રીંક પીવાની પ્રથા વધતી જ જોવા મળી છે તેવા સમયે કોલ્ડ ડ્રીંક તો પીવાય જાય છે પરંતુ તે જેમાં આવે છે એ પ્લાસ્ટિકની બોટલ એટલી ભેગી થાય છે જેને આખરે ભંગારમાં આપવાનો વારો આવે છે. પરંતુ જો તમને એ કહેવામાં આવે કે આ બોટલને ફેંકવાના બદલે તેનાથી ઘરની સુંદર સજાવટ પણ થયી શકે અને ઉપયોગી ચીજ વસ્તુઓ પણ બનવી શકાય છે તો શું તમે માનશો??? જી હા પણ આ વાત એકદમ સાચી છે કે પ્લાસ્ટિકની બોટલથી ઘરને એક નવું જ સ્વરૂપ આપી શકાય છે.
દીવાલમાં પ્લાન્ટિં…
બોટલમાં પ્લાન્ટિં કરી ઘરની દીવાલને હરીભરી બનાવી શકાય છે એના માટે તમારે જેટલી પ્લાન્ટિંગ કરવુ હોઈ એ મુજબ એટલી બોટલ લાયી તેને બેટ્સથી કાપી લ્યો અને તેમાં માંથી ભરી છોળના બી નાખી વાવો ,આ ઉપરાંત બોટલને આદિ રાખી તેમાં લંબચોરસ જેવું કાપી તેમાં પણ પ્લાન્ટિંગ કરી શકો છો.અને દીવાલમાં તેને ગોઠવી દીવાલને ગ્રીનરીનો લૂક આપી શકો છો. જે ખૂબ જ સુંદર લાગવાની સાથે સાથે ઘરમાં ઠંડક પણ આપે છે.પરંતુ એ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે કે બોટલ ખૂબ જ જૂની ના હોઈ કારણકે જૂની બોટલનું મટીરીઅલ સાડી ગયું હોઈ અને જલ્દી તૂટવાની સંભાવના રહે છે.
જવેલરી માટે ડિઝાઈનર સ્ટેન્ડ
તમને વિચાર આવતો હશે કે જૂની બોટલ માંથી જવેલરી માટે સ્ટેન્ડ અને એ પણ ડિઝાઈનર સ્ટેન્ડ કઈ રીતે બનાવી શકાય ??? જી હા એ શક્ય છે, જેના માટે તમારે 4-5 બોટલને નીચેથી કટ કરી તેના એ બેઝને એક સળિયામાં પરોવાના જ છે અને થોડા થોડા અંતરે તેને ગોઠવી તેને ચોટાડવાના છે અને તૈયાર છે તમારી જવેલરી માટેનું સ્ટેન્ડ, જેને તમે સરળતાથી ફેરવી પણ શકો છો અને જાળવી પણ શકો છો…
પેન સ્ટેન્ડ…
તમને જરૂરત હોઈ ત્યારે જ પેન નથી મળતી અને પછી પાર્સ કે ટેબલના ખાન ફમ્ફોળો છો, કદાચ આ બાબત દરેક વ્યક્તિને લાગુ પડતી હશે.તો આવો જોઈએ કે બોટલ માંથી પેન સ્ટેન્ડ કઈ રીતે બનાવવું? તેના માટે સૌ પ્રથમ બોટલને અડધી વચ્ચેથી કાપી લ્યો, ત્યાર બાદ બીજી બીટલના બેઝને 3 ઇંચ જેટલી જગ્યા રાખી તેને ત્યાંથી કટ કરી લ્યો, આટલું કાર્ય બાદ અડધી બોટલ અને પેલા એઝેને સાથે રાખી તેમાં એક ઝિપને ચોંટાળો અને પછી તૈયાર છે તમારું પેન સ્ટેન્ડ.
આ રીતે બોટલને જુદી જુદી રીતે કાપીને તેમાંથી કલાત્મક અને ઉપયોગી વસ્તુઓ બનાવી શકાય છે જેમાં તમે ફુલદાની, છાપાનું સ્ટેન્ડ, મીણબત્તીનું સ્ટેન્ડ, ગિફ્ટ પેકીંગ,જેવી અનેક વસ્તુઓ પણ બનવી શકો છો