જૂની સાડીમાંથી ડ્રેસ બનાવવા તો બહુ કોમન છે.સાડિનો ઊપયોગ અલગ રીતે કરો જેથી સાડી પણ ઊપયોગમા આવી જાય અને ખર્ચ બચી જશે.તમારી સાડી સિલ્કની હોય અને એમાં થોડી બોર્ડર હોય તો એમાંથી તમે કુશન-કવર બનાવી શકો. કુશન-કવરમાં સાડીનીબોર્ડરનીઅલગ-અલગપેટર્ન પણ આપી શકો છો. કુશન-કવર બનાવ્યા પછી ઘણી સાડી તમારી બચશે પણ ખરી. તો બચેલી સાડીમાંથી તમે ટેબલ-મેટ્સ પણ બનાવી શકો. આ સાથે બોર્ડરનો પણ ઉપયોગ કરવો જેથી થોડો અલગ લુક આવે.
સાડીમાંથી તમે પડદા પણ બનાવી શકો છો. સાડીનો જે પન્નો હોય એ પડદાની લેન્ગ્થ થઈ જાય. એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી કે સિલ્કની સાડીના પડદામાં તમારે કોટનનું લાઇનિંગ નાખવું પડશે નહીં તો પડદા બહુ ઊડશે. પડદા માટે કોટનની સાડી સારી લાગી શકે. જો તમને હેન્ડ-એમ્બ્રોઇડરીનો શોખ હોય તો કુશન-કવર, ટેબલ-મેટ્સ અને પડદામાં થોડું વર્ક પણ કરી શકો