સામાન્ય રીતે, વેકેશન શબ્દ સાંભળતા જ શાળા કક્ષાના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસમાં જોડાયેલા વિદ્યાર્થીઓ એટલે કે, આજનો યુવા વર્ગ તથા નોકરી-ધંધા સાથે સંકળાયેલી કોઇપણ વ્યક્તિના મનમાં એક ખુશી અને આનંદની આહલાદક લહેર પ્રસરી જાય છે. વેકેશનનો સમય એટલે થોડા સમય માટે પોતાના કાર્યથી અળગા રહી સંપૂર્ણ તાજગી અને હર્ષોલ્લાસ સાથે પસાર કરવાનો સમય અને મહદઅંશે સાચું પણ કહી શકાય.
અહીંયા જે વાતનું આલેખન કરેલું છે, તે એવા યુવાવર્ગની કે જે ઉચ્ચ અભ્યાસ સાથે સંકળાયેલા છે. જેમને પોતાનું કરિયર બનાવવાનું છે. ચોક્કસ સમય પૂર્ણતાના આરે છે અને જે વિદ્યાર્થી મિત્રો છેલ્લા વર્ષમાં હતા તેમની પરિક્ષાઓ આ સમયે પૂર્ણ થઇ ચુકી છે. તેમને પૂછવામાં આવે વેકેશન એટલે….? જવાબ મળશે તેમાં શું ! વેકેશન એટલે રજાના દિવસો અને રજા એટલે મજા. પરંતુ, આ સમયે તેટલું કહેવાનું થાય કે – મજા એ સજા ન બની જાય શા માટે ?
નાના બાળકો કે વિદ્યાર્થીઓના વેકેશનના સમયનો સદ્ઉપયોગ થાય એ જોવાની ફરજ તેમના માતા-પિતાની આવે છે. પરંતુ હવે, આજનો યુવાવર્ગ જેમણે બેચલર કે માસ્ટર ડિગ્રી પૂર્ણ કરવા તરફ છે. તેમને આ વેકેશન સમય પોતાના Development માટે ફાળવવાની જરુર છે. અને આ માટે જાગૃત થવાની જરુર છે. જાગૃત અવસ્થામાં છીએ તો ખૂબ સરસ પણ વેકેશન માણવાની ઇચ્છા અને રજાની મજામાં પાછળથી સજા ભોગવવી ન પડે તે માટે અત્યાર સુધી જાગૃત અવસ્થામાં ન હોતા તો હવે થવાની જરુર છે. આ સંદર્ભમાં એક ખૂબ સારી પંક્તિ યાદ આવે – “ઉઠ જાગ મુસાફિર ભોર ભઇ, અબ રૈન કહા જો સોવત હૈ, જો સોવત હૈ વો ખોવત હૈ, જો જાગત હૈ વહ પાવત હૈ
મિત્રો, તમારે વેકેશનનો સદ્ઉપયોગ તમારા માટે કરવો જ રહ્યો તાજેતરમાં છેલ્લા વર્ષનો અભ્યાસ પૂર્ણ કરતા વિદ્યાર્થીએ પૂછ્યુ, સર CMAT ના ફોર્મ ક્યારે ભરાશે ? ત્યારે કહેવું પડેલુ કે, બેટા, તેની તારીખ પણ ચાલી ગઇ છે. હવે જુઓ, પ્રશ્ન અહીં એ છે કે તમે તમારી જે કોઇ વાત, વસ્તુ કે સમયની ડખણ ને જેટલી સરળતાથી લો છે તે કેટલી ગંભીર છે !
– સાહિત્યકારો લખે છે…….
ક્ષણ અને કણની જેમ વિદ્યા અને ધન મેળવવું જોઇએ. ડખણનો ત્યાગ કરવાથી વિદ્યા ક્યાંથી મળે ? કણનો ત્યાગ કરવાથી ધન ક્યાંથી મળે છે ?
– આ સમય દરમ્યાન શું કરવું જોઇએ ?
વિદ્યાર્થી મિત્રો, તમારે અગાળ કેવી રીતે જવું છે ? તેના માટે કઇ વસ્તુ અગત્યની રહેશે ? તેની પ્રક્રિયા શું હશે ? પસંદગી- પ્રક્રિયા શું હશે ? કઇ જગ્યાએ અને કેટલી કોલેજો છે ? આ બધી બાબતોની માહિતી આ સમય દરમ્યાન મેળવવી જ જોઇએ.
ઘણા વિદ્યાર્થીઓ પાસેથી સાંભળ્યું છે અને સાંભળવા મળે છે – મારી પાસે આ વસ્તુ છે, આ વ્યક્તિ મદદ કરવાની છે, ઓળખાણ સારી છે એટલે કામ થઇ જાશે. પરંતુ મિત્રો, એક સ્પષ્ટ વાત તમારા મગજમાં ઉતારી લેવાની જરુર છે કે – બધા પાસે તમામ વસ્તુ હોય પરંતુ તેનાથી આપણા કાર્ય સંબંધિત વસ્તુ મળી શકે કે કેમ ? એક અગત્યનો પ્રશ્ન છે.
સારા શિક્ષક મળે પણ બુદ્વિ મળતી નથી, ડોક્ટર મળે પણ સ્વાસ્થ્ય મળતું નથી, ગીતા મળે પણ જ્ઞાન મળતું નથી, સાથીઘર મળે પણ મિત્ર ન મળે, ખ્યાતિ મળે પણ ઇજ્જત ન પણ મળે વગેરે સમજ્યા બરાબરને !
આપણા કરિયર કે કાર્ય માટે આપણું Focus તો હોવુ જ જોઇએ. આપણે જાગૃત હોવા જ જોઇએ.
– વેણીભાઇ પુરોહિત લખે છે, –
“કોઇ જાગે કે કોઇ ના જાગે, કોઇ શું જાગે ? તું જ જાગ્યો તો તું જ જા આગે
વેકેશન સમય દરમિયાન કરવા અને જાણવા યોગ્ય સચોટ અને સર્વ સામાન્ય બાબતો જે તમામ પ્રકારના વિદ્યાર્થીઓ માટે છે તે અહીં આલેખન કરેલી છે :
૧- સૌથી પહેલા જીવનમાં ધ્યેય નક્કી કરો અને તેમાં સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરો.
૨- ગયા સેમેસ્ટર કે સત્રમાં શું કર્યુ હતું ? અને શું નહોતું કર્યુ ? તથા હવે આવતા સમયમાં મારે શું જુદી રીતે કરવુ જોશે. આ બાબત વિચારવી જોઇએ.
૩- દરરોજ સવારે વહેલા ઉઠવાનું રાખો.
૪- વેકેશન દરમિયાન વાંચન બંધ ન કરો સારા પુસ્તકો વાંચો કારણ કે, વાંચન એ મગજની કસરત છે જેના દ્વારા જ સર્જનાત્મકતા – Creativity નો વિકાસ થાય છે.
૫- નવી Skill શીખો – રમત ગમત, ચિત્રકામ જાહેરમાં વાતચીત (posi-tive thinking), હકારાત્મક વિચારસરણી (Public Speaking) વગેરે.
૬- ઇન્ટરનેટ પર યુ-ટ્યુબમાં સારા ગુણવત્તાસભર તમારા કરિયર અને ધ્યેય સંબંધિત વિડિયો જુઓ.
૭- સામાજીક પ્રવૃતિમાં ભાગ લો.
૮- સારા વ્યક્તિઓ સાથે માનવીય-લાગણીશીલ સંબંધો વિકસાવો.
૯- કરિયર સંબંધિત કોઇપણ મુશ્કેલી કે મુંઝવણ હોય તો તેના નિરાકરણ માટે કારર્કિદી માર્ગદર્શન કેન્દ્રોની મુલાકાત લો.
જેમ કે, રાજકોટમાં કેરિયર ગાઇડન્સ ટ્રસ્ટ છે, અને ગુજરાત લેવલે કારર્કિદી માર્ગદર્શનની પ્રશંનનીય કામગીરી કરે છે.
છેલ્લે, આશા રાખુ છું મિત્રો, તમને જરુરી માહિતી મળી હશે અને તમે આ સમયને પોતાના વિકાસ માટે ઉપયોગી બનાવશો.
– Last seen:
હદ્યને સ્પર્શી જાય એવી માતા પુત્રની વાતચીત,
પુત્ર : મા વેકેશન એટલે શું ?
મા : મને શું ખબર બેટા, હું તો માં છુ !
પો્ફેસર ઉદય જે. લાખાણી
સત્યપ્રકાશ કોલેજ – રાજકોટ