પાડોશમાં બહારના જિલ્લામાંથી મહેનમાન આવ્યા હોય તો ૦૨૮૧-૨૪૫૦૦૭૭ ઉપર સંપર્ક કરવા મ્યુ. કમિશનરની અપીલ

હાલમાં અન્ય જિલ્લાઓમાંથી લોકો રાજકોટ આવી રહયા છે ત્યારે આ તમામ લોકોએ ફરજિયાત પણે ૧૪ દિવસ માટે હોમ ક્વોરોન્ટાઈન રહેવાનું છે. આ કાર્ય પર જરૂરી દેખરેખ માટે રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં ક્ધટ્રોલ રૂમ કાર્યરત છે. શહેરના સાત (૦૭) પ્રવેશ પોઇન્ટ્સ પર મનપાએ પોલીસ સાથે મળીને ૨૪ કલાક માટે ચેક પોસ્ટ પર ત્રણ શિફ્ટમાં સ્ટાફ તૈનાત કરેલ છે. છેલ્લા બે દિવસમાં આ ટીમોએ બહારથી આવતા લોકોની વિગતો મેન્યુઅલી નોંધી હતી જો કે હવે આજથી મોબાઈલ એપ્લીકેશનની મદદથી આ ટીમો ત્યાં ચેકપોસ્ટ પર બેઠાબેઠા જ પોતાના મોબાઇલની મદદથી આગંતુક લોકોની માહિતી અપલોડ કરશે, જેથી તેઓને સમય ગુમાવ્યા વગર હોમ કોરોન્ટાઇન કરી શકાય.

આ વિષે વાત કરતા મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, આ તમામ ચેકપોસ્ટ પર તૈનાત મનપા સ્ટાફ ત્યાં સ્થળ પરથી જ એપમાં માહિતી અપલોડ કરતા હવે આ માહિતી મનપાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે સ્થિત કંટ્રોલ રૂમમાં આવી જશે. ત્યાંથી આ માહિતી હોમ કોરોન્ટાઇનની કામગીરી કરી રહેલ ટીમોને પહોંચી જશે. આ માહિતીના આધાર પરથી આ ટીમો બહારથી આવેલા લોકોને સમય વ્યતીત કર્યા વગર તુર્ત જ તેમના ઘેર કોરોન્ટાઇન હેઠળ મુકવાની પ્રક્રિયા પૂર્ણ કરશે અને તેમના ઘર પર માહિતી આપતું સ્ટીકર લગાવશે. જેથી અન્ય લોકોને પણ ખ્યાલ આવશે કે આ મકાનમાં રહેતા લોકો કોરોન્ટાઇન હેઠળ છે.

એક જવાબદાર નાગરિક તરીકે આપની અડોશ પડોશ માં અન્ય જિલ્લામાંથી કોઈ મહેમાનો આવ્યા હોય તો તેની માહિતી રાજકોટ: મહાનગરપાલિકાના કમ્પ્લેઇન્ટ નમ્બર ૦૨૮૧ – ૨૪૫૦૦૭૭ ઉપર જાણ કરવા નમ્ર વિનંતી છે.  આ માહિતી પરથી એ સુનિશ્ચિત કરી શકાશે કે બહારથી આવેલ વ્યક્તિ હોમ ક્વોરોન્ટાઈન કરવામાં બાકી રહી ગયેલ નથી. અમોને જાગૃત નાગરિકો તરફથી ફોન કોલ પર આ પ્રકારની માહિતી મળી રહી છે અને નાગરિકોના આ સાથ સહકારની પ્રશંસા કરી તેમને આવકારીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.