રાજયમાં ગુનો ઉકેલવા ફોરેન્સીક સાયન્સનો ભરપુર પ્રયોગ થવા લાગ્યો છે. બહોળા પ્રમાણમાં કેસો ફોરેન્સીક સાયન્સની મદદી ઉકેલાઈ જાય છે. પરંતુ જયારે તપાસ સંસ આકસ્મિક મોતમાં ખપાવી દેવાતા ખૂનના કેસની તપાસ કરતી હોય છે ત્યારે તેમને પરસેવો પડી જાય છે. આવા કિસ્સામાં સાયકોલોજીકલ એટોપ્સી મહત્વનો ભાગ ભજવે છે.
હાલ સાયકોલોજીકલ એટોપ્સી પધ્ધતિ નવીદિલ્હીના સીબીઆઈ કેન્દ્રના સેન્ટર ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીમાં છે. આ પધ્ધતિ અંગે નિલેશ વાઘ અને જે.જી.મોજસ નામના વ્યક્તિઓએ રીસર્ચ પેપર તૈયાર કર્યું છે. જેમાં આ મામલે તેઓએ ૨૦૧૫ના એક કેસનો ઉલ્લેખ કર્યો છે. જેમાં કહ્યું છે કે, પોલીસને તે સમયે એક મૃતદેહ મળ્યો હતો. જે મધ્યમવર્ગીય ૪૫ વર્ષના યુવાનનો હોવાનું લાગતુ હતી. મૃતદેહની તપાસ કરતા માથાના ભાગે ઈજા ઈ હોવાનું જાણવા મળ્યું હતું. મૃતકના પરિવારે તેના મિત્રોએ ખૂન કર્યું હોવાની શંકા વ્યકત કરી હતી. પરિણામે આ કેસને ફોરેન્સીક એકસ્પર્ટ પાસે મોકલવામાં આવ્યો હતો. જયાં સાયકોલોજીકલ એટોપ્સી જેને ઈક્યુવોકલ ડે એનાલીસીસ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેનાથી તપાસ કરવામાં આવી હતી.
આ કેસમાં ઘટના સ્થળ, પરિવારના સભ્યોની જુબાની તા મિત્રોની પુછપરછ સહિતની વિગતો એકઠી કરાયા બાદ મૃતકનું મેડિકલ, સાયકોલોજીકલ સ્ટેટસ થતા શૈક્ષણિક લાયકાત લેબોરેટરીના પરિણામો સહિતની વિગતોને ધ્યાને લેવાઈ હતી. જે દિવસે મોત યું તે દિવસે તે યુવાન તેના મિત્રો સો ફરી રહ્યો હતો. તેણે ભરપુર માત્રામાં શરાબ પીધો હતો. આ મામલે તેના મિત્રોના પોલીગ્રામ ટેસ્ટ પણ કરાયા હતા.
કેસમાં અંતે એવું તારણ આવ્યું કે, ખૂબજ દારૂ પીધો હોવાથી નશામાં પડી જવાથી તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને લોહી વહી જવાના કારણે મૃત્યુ પામ્યો હતો. આ કેસમાં તમામ વિગતોને ધ્યાને લેવાઈ હતી અને કેસનો ઉકેલ લાવવામાં આવ્યો હતો.