શરીરમાં લોહતત્વનો ઉપયોગ
હજારો વર્ષો પહેલા ભારતનાં લોકોએ ‘લોહભસ્મ’ નામની દવા બનાવી
લોઢાના પતરાને તપાવી તેને દુધમાં કે તેલમાં લસોટી ઝીણો સફેદ પાઉડર બનાવ્યો ! અતિશય નબળાઇ લાવતા પાંડુરોગમાં આ દવાનો ઉપયોગ કરતાં દર્દીને લોઢા જેવી શકિત મળે તે દ્રષ્ટિએ એ પ્રજાએ લોહતત્વનો આવો પ્રથમ પ્રયોગ કર્યો: આજે આપણે લોહતત્વની ગોળી લઇએ જ છીએ
આપણું શરીર અને રકત કુદરતની રહસ્યમય તાકાત છે. શરીરમાં લોહતત્વનું પ્રમાણ જરુરી છે. શરીરમાં પ્રાણ વાયુનું વહન કરવા ઉપરાંત કોષો દ્વારા પ્રાણવાયુના થતા ઉપયોગમાં પણ લોહતત્વ ભાગ ભજવે છે. શરીરને ઉપયોગી એવા ઘણા બધા પદાર્થો બનાવવામાં લોહતત્વ અગત્યનો ભાગ ભજવે છે. શરીરને ઉપયોગી એવા ઘણા બધા પદાર્થો બનાવવામાં લોહતત્વ અગત્યનો ભાગ ભજવે છે. 1831માં વિજ્ઞાનીઓને જાણવા મળ્યું કે ખોરાકમાં લોહતત્વ જો ઓછું હોય તો તેનાથી ખામી યુકત લોહી પેદા થાય છે. આ તત્વ હિમોગ્લોબીનના મુખ્ય ભાગતરીકે હોય છે. ફેફસામાંથી આ હિમોગ્લોબીન જ શરીરનાં વિવિધ પ્રાણવાયુ પહોચાડે છે. આપણા રકતકણોમાંથી દરરોજ લગભગ એક ટકો લોહતત્વ છુંટા પડે છે. નષ્ટ થયેલા રકતકણોમાંથી છૂટા પડેલ લોહતત્વના લગભગ બધા જ જથ્થાનો શરીર ઉપયોગ કરે છે.
1831ની સાલમાં જ એનિમિયાની સારવારમાં વૈજ્ઞાનિક ધોરણે લોહતત્વનો ઉપયોગ શરુ થયો, રકતના પ્રકારો વિશે મેડીકલ સાયન્સે, ડોકટરોએ ઘણું જ્ઞાન પ્રાપ્ત કર્યુ છે છતાં પણ આધુનિક તબીબી સારવારમાં લોહતત્વનો મહત્વનો ઉપયોગ તે ફકત લોહીની ખામીથી થતાં એનિમિયાને રોકવા માટે કરવામાં આવે છે. મોટાભાગના પુખ્તવયના પુરૂષોમાં લોહતત્વનું પ્રમાણ એવરેજ 1/8 ઔંસ (3.5 ગ્રામ) હોય છે. 65 ટકા જેટલું લોહતત્વ રકતકણોમાં રહેલ છે.
દવાઓમાં ઘણા જ પ્રકારની લોહતત્વ ધરાવતી દવાઓ મળે છે, જેમાં મુખ્યત્વે લોહતત્વનો ક્ષાર હોય છે. પ્રસુતિ સમયે કે શિશુ વયમાં આયર્નની ઉણપથી થતાં એમિમિયાને રોકવા તેમજ તેની સારવારમાં ડોકટરો આયર્નની ગોળીઓ આપે છે. લોહતત્વની ગોળી અને ટીપા એમ બન્ને સ્વરુપમાં મળે છે. આ તત્વની ખામીથી પાંડુરોગ થાય છે. જે કોષો કે અવયવોમાં લોહતત્વ સંઘરવામાં આવે છે. અહીં સુધી પહોચવા આ લોહતત્વ ટ્રાન્સફેરીન નામના પ્રોટીન સાથે ગંઠાઇ જઇને ત્યાં સુધી પહોચવા આ લોહતત્વ ટ્રાન્સફેરીન નામનો પ્રોટીન સાથે ગંઠાઇ જઇને ત્યાં સુધી પહોંચે છે. શરીરમા રહેલ કુલ લોહતત્વના જથ્થાનો 10 ટકા ભાગ માઇઓગ્લોબીનના સ્વરુયમાં સ્નાયુઓમાં રહે છે. લોહતત્વના સૌથી મોટા કોઠાર આપણા શરીરનાં યકૃત, બરોળ અને અસ્થિ મજા છે. મનુષ્યો જે ખોરાક લે છે તેમાંથી લોહતત્વો આ કોષોમાં જમા થાય છે. ઓકિસજનનું શરીરમાં વહન કરવામાં આ લોહતત્વનો મહત્વનો ફાળો છે.
પ્લાઝામાં:- લોહીનું પ્રવાહી ઘટક પ્લાઝમાં તરીકે ઓળખાય છે. માનવ શરીરમાં રહેલ લોહીના જથ્થામાં આ પારદર્શક પીળાશ પડતા પ્રવાહીનો જથ્થો લગભગ અર્ધાથી વધુ હોય છે. લોહીના ધન પદાર્થો જેવા કે રકતકણ, શ્ર્વેતકણ અને ત્રાકકણ પ્લાઝમામાં તરતા રહે છે. પ્લાઝામામાં 90 ટકાથી પણ વધારે પાણી હોય છે. પ્લાઝમાના બાકીના ભાગમાં જુદા જુદા પદાર્થો જેવા કે ક્ષાર, પાચન થયેલ ખોરાક અને નકામો પદાર્થો ઓગળેલી સ્થિતિમાં હોય છે.
પ્લાઝમાનું કાર્ય:- પ્લાઝમાં લોહીને તરલ બનાવે છે. આ ગુણના અભાવે આખા શરીરમાં મહત્વના પદાર્થો પહોચાડવાનું કાર્ય લોહી કરી શકતું નથી. પ્લાઝમા દ્વારા લોહીના કણો અને ત્રાકકણો શરીરના બધા અવયવોમાં ફરી વળે છે. શરીરના કોષોને પચેલો ખોરાક પણ તે જ પહોચાડે છે. જયાંથી આ કચરો શરીરની બહાર ફેંકાઇ જાય છે. શરીરના વિકાસ માટે જરુરી એવા હોર્મોન્સને પણ પ્લાઝમા એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જાય ે.
મહત્વનું કાર્ય કરતા પ્લાઝમાના મુખ્ય ત્રણ પ્રાટીન છે. આલ્બ્યુમીન, ગ્લોબ્યુલીન અને ફાઇબ્રીનોજન, રકતકોષોમાં દાખલ થતાં કે બહાર નીકળતા પ્રવાહીના જથ્થાને આલ્બ્યુમીન નિયંત્રિત કરે છે. જો પ્લાઝમામાં પૂરતા પ્રમાણમાં આલ્બ્યુમીન ન હોય તો રકતોષોમાથી વધુ પડતું પ્રવાહી પસાર થાય છે. અને અંતર ત્વચામાં એકઠું થાય છે. આના પરિણામે શરીર ઉપર સોજો આવે છે. આ ઉપરાંત પાચન તંત્રમાંથી પોષક તત્વો એકઠાં કરી આલ્બ્યુમીન શરીરને પહોચાડે છે.
ગ્લોબ્યુલીન, ખાસ કરીને ગામા ગ્લોબ્યુલીન, શરીરને રોગ સામે રક્ષણ આપે છે. ગામા ગ્લોબ્યુલીન રોગ, પ્રતિકારક, શકિત ધરાવતા પ્રોટીન છે જે જીવાણું, વિષાણુ અને બીજા નુકશાનકારક પદાર્થો ઉપર હુમલો કરે છે.
ગઠ્ઠો જમાવવાના પદાર્થ (કલોટિગ ફેકર્જ્ઞી) તરીકે જાણીતા ફાઇબ્રીનોજન પ્લાઝમા પ્રોટીનને વિપુલ જથ્થો છે. ઇજાગ્રસ્ત રકતકોષોમાંથી લોહીને વધુ પડતું વહેતું અટકાવવા આ પ્રોટીન કામ કરે છે. જયારે કોઇપણ વ્યકિતને રકતસ્ત્રાવ થાય છે ત્યારે બધાં જ ગઠ્ઠા જમાવનારા તત્વોને એકઠાં કરવાની સતત પ્રક્રિયા ચાલુ થાય છે અને આ પ્રક્રિયા દ્વારા લોહીમાં ગઠ્ઠો જામી જાય છે.
તબીબી ઉપયોગ:- લોહી જમાવનાર કે બીજાં પ્રોટીન તરીકે ડોકટરો દર્દીને પ્લાઝમા ચડાવે છે. રકતસ્ત્રાવ જેવી પરિસ્થિતિમાં સારવારરૂપે મુખ્યત્વે પ્લાઝમા ચડાવવામાં આવે છે. લોહી જમાવવાનો ગુણ ધરાવતું હોવાથી પ્લાઝમા ચડાવવાથી રકતસ્ત્રાવ અટકી જાય છે. જયારે આખું લોહી મળે નહિ ત્યારે લોહીની વધુ પડતી ઊણપ પૂરી કરવા પણ પ્લાઝમા ચડાવવામાં આવે છે. યુઘ્ધમાં ઘવાયેલા લાખો સૈનિકોના જીવન આ પ્રકારની સારવારથી ઉગારી લેવામાં આવ્યાં છે. રકત વિભાગીકરણની પ્રક્રિયા દ્વારા બ્લડ બેન્ક પ્લાઝમામાંથી પ્રોટીન મેળવે છે. વ્યકિતગત લોહી જમાવનાર તત્વો ઉપરાંત ગામા ગ્લોબ્યુલીન જેવાં પ્રોટીન આ રીતે મેળવવામાં આવે છે. ઓરી અથવા ચેપી કમળા જેવા રોગની સામે રક્ષણ આપવા કે તેને અટકાવવા ડોકટરો કોઇક વખત ગામા ગ્લોબ્યુલીનનો ઉપયોગ કરે છે. કોઇપણ એકાદ લોહી જમાવનાર તત્વ અસામાન્ય હોય કે તેની વારસાગત ઊણપ હોય ત્યારે રકતસ્ત્રાવ કરતા રોગ હિમોફિલિયાને કાબૂમાં લેવા ડોકટરો કોઇ એક ખાસ લોહી જમાવનાર તત્વ આપે છે.
બ્લડ બેંક આખા લોહીમાંથી પ્લાઝમાં મેળવવા કાં તો સેન્ટ્રીફયુઝ નામના યંત્રનો અથવાન ગુરુત્વાકર્ષણથી તળિયે ઘન પદાર્થો બેસી જાય એવી ક્રિયાનો ઉપયોગ કરે છે. એક ખાસ પ્રકારના રકતદાન, જે પ્લાઝમા, ફેરેસીસ તરીકે ઓળખાય છે. તેમાં એકલું પ્લાઝમાં મેળવી લોહીના અન્ય કોષો તથા ત્રાકકણો રકતદાતાના શરીરમાં પાછા મોકલી દેવાય છે. દર્દીને ચડાવવા માટેનુ પ્લાઝમાં બ્લડ બેંકમાં અતિશય ઠંડીમાં રાખવામાં આવે છે. ઘટકો છૂટાં પાડવા માટેનું પ્લાઝમા જુદી જુદી કંપનીઓને પ્રક્રિયા માટે મોકલવામાં આવે છે.
આર.એચ. ર્ફકટર:- ઘણી બધી વ્યકિતઓમાં આ પદાર્થ રકતકણોમાં હોય છે. એન્ટી, આર.એચ. તરીકે ઓળખાતા પ્રતિવિષ સાથે આર.એચ. ફેકટર ધરાવતા રકતકણો સંસર્ગમાં આવતા જ ચોટી જાય છે. આ પ્રતિક્રિયા ગંભીર માંદગી કે મૃત્યુ સર્જી શકે છે. જે વ્યકિતઓમાં
આર.એચ. ફેકટર હોય છે. તેઓ આર.એચ. પોઝિટિવ તરીકે ઓળખાય છે. આની ઊણપવાળા આર. એચ. નેગેટીવ તરીકે ઓળખાય છે. 1940માં કાર્લ લેન્ડસ્ટેઇનર અને એલેકઝાંડર વાઇનરે રેસસ વાંદરાઓમાં આ તત્વ શોઘ્યું અને તેને આર.એચ.નામ આપ્યું.
લોહીમાં કુદરતી રીતે એન્ટી ાઅરએચ બનતું નથી, પરંતુ જો આર.એચ. નેગેટીવ વ્યકિતને આર.એચ. પોઝીટીવ લોહી ચડાવવામાં આવે તો લોહીના પ્લાઝમામાં એન્ટી આર.એચ.નો ઉદભવ થાય છે. પ્રતિવિષ બનવાની ક્રિયામાં લાગતા સમય દરમ્યાન રકતદાતાનું લોહી એટલું આછુ પાંખુ થઈ જાય છે કે કોઈ ગંભીર પ્રતિક્રિયાનો ભય રહેતો નથી. પરંતુ દર્દીને ભવિષ્યમાં ફરીવાર આર.એચ. પોઝીટીવ લોહી ચડાવવામાં આવે ત્યારે ચોટી જાય તેવો પદાર્થ બની જાય છે.
આર.એચ. ફેકટર આનુવંશિક છે. આર.એચ.નેગેટીવ માતા અને આર.એચ. પોઝીટીવ પિતાનું સંતાન આર.એચ.પોઝીટીવ હોઈ શકે. જન્મ પહેલા બાળકના કેટલાક રકતકોષો માતાા લોહીમાં ભળી શકે છે. આથી માતામાં એન્ટી આર.એચ.ઉભુ થાય છે. બાળકનાં જન્મ પહેલા મોટાભાગનાં પ્રતિવિષ પેદા થતા નથી. તેથી પહેલા બાળકની પ્રસૂતિમાં કોઈ પ્રશ્ર્ન ઉભા થતા નથી. પરંતુ જો માતા આર.એચ. પોઝીટીવ બાળક સાથે ફરીવાર ગર્ભવતી બને તો તેની પાસે એન્ટી આર.એચ.નો બિલકુલ તૈયાર જથ્થો હોય છે.ગર્ભમાં રહેલ બાળકના લોહીમાં માતાનો એન્ટી આર.એચ.નો જથ્થો દાખલ તાય તો બાળકના રકતકણો નાશ પામે તેમાં ચોટી જાય તેવો પદાર્થ બની જાય. આવી પરિસ્થિતિ એરિસ્થો-બ્લાસ્ટોસિસ ર્ફટાલિસ અથવા આર.એચ. ડીઝીઝ તરીકે ઓળખાય છે. તીવ્ર પાડુરોગ, મગજને ક્ષતિ અને મૃત્યુ પણ આ રોગથી સંભવિત બને છે. જયાં માતા આર.એચ. નેગેટીવ હોય અને પિતા આર.એચ.પોઝીટીવ હોય તેવા સંજોગોમાં આવા તીવ્ર કિસ્સાઓ 20માંથી એકાદ જ બને છે. આવા યુગલોમાં પણ ડોકટરો બાળકના જન્મ બાદ તરત જ માતાને સીરમનું ઈન્જેકશન આપી આર.એચ.નો રોગ અટકાવી શકે છે. આ સીરમમાં એન્ટી આર.એચ. હોય છે. અને માતાનું શરીર પોતાનું જ એન્ટી આર.એચ. પેદા કરે તે પહેલા જ માતાના લોંહીમાં ભળેલ બાળકનાં રકત કોષોનો નાશ કરે છે. જયારે આર.એચ. પ્રકારનો રોગ ઉત્પન્ન થાય છે. ત્યારે ડોકટરો તાજા લોહીવાટે બાળકનું લોહી બદલી નાખે છે. ઘણા ખરા કિસ્સાઓમાં આ સારવારથી રોગની લાંબા ગાળાની અસર ટાળી શકાય છે.
સીરમ: લોહીનો ગઠ્ઠો જામ્યા બાદ, લોહીમાં રહેતા સ્વચ્છ પ્રવાહીને સીરમ કહેવામાં આવે છે. લોહીના કુલ પ્રવાહી વિભાગ પ્લાઝમાં જેવું જ સીરમ હોય છે. ફકત તેમાં લોહી જમાવનાર તત્વ ફાઈબ્રીનોજન હોતું નથી. સીરમમાં ક્ષાર, પ્રોટીન, ગ્લુકોઝ અને ચરબી જેવા પદાર્થો હોય છે.
દર્દીઓના રોગનું નિદાન કરવા સીરમના નમૂનાઓનો ઉપયોગ કરવામાં આવે છે. રકતના સીરમ ઉપર કરવામાં આવતા પરીક્ષણને સીરોલોજી ટેસ્ટ કહેવાય છે. ઝેરી તત્વો અને કેટલાક રોગોનો પ્રતિકાર કરતા પ્રતિવિષ સીરમ પ્રોટીનમાં હોય છે. પ્રાણી કે માનવશરીરમાંથી પ્રતિવિષ ધરાવતા સીરમને કાઢી લઈ તેનું દર્દીને ઈન્જેકશન આપવાની ક્રિયાને એન્ટીસીરમ કહેવાય છે. ગળાના ચેપી રોગ અને ધનુર જેવા દર્દોમાં એન્ટીસીરમ કામ કરે છે. એન્ટીટોકસીન એક પ્રકારનાં એન્ટીસીરમ છે.
તાજેતરમાં જ રોગ મુકત થયેલા દર્દીનાં શરીરમાંથી મેળવેલ સીરમમાં પ્રતિવિષની સાધારણ કરતા વધુ માત્રા હોય છે. આ સીરમ રોગને અટકાવવા કે રોકવામાં મદદ કરે છે. રોગ પ્રતિકારક માટે ડોકટરોએ હમણા હમણા પ્રતિવિષ દાખલ કરવાની વધુક્ષમતા ધરાવતી રીતો શોધી છે. સંપૂર્ણ સીરમનો ઉપયોગ કરવાને બદલે ગામા ગ્લોબ્યુલીન તરીકે જાણીતા સીરમના એક ભાગનું જ ઈન્જેકશન આપવામાં આવે છે. રકતમાં રહેલ પ્રતિવિષનો મોટો ભાગ ગામા ગ્લોબ્યુલીન પ્રોટીનમાં રહેલ છે. ગામા ગ્લોબ્યુલીનની બનાવટો કમો, ઓરી, અછબડા, ગાલપચોળીયા અને મોટી ઉધરસ જેવા રોગોનો પ્રતિકારક કરવા અને તેને અટકાવવાના ઉપયોગમાં લેવાય છે.
પ્રાણીમાંથી સીરમ મેળવવું સહેલું છે. અને માનવ શરીરમાંથી મેળવેલ સીરમ કરતા સસ્તું છે. પરંતુ ઘણીવાર આવું સીરમ ઓછુ અસરકારક અને વધુ ભયજનક હોય છે. ઘોડામાં રહેલ વધુ લોહીનો જથ્થો અને વધુપ્રતિવિષ પેદા કરવાની શકયતાથી તેનો સામાન્ય રીતે ઉપયોગ કરવામાં આવે છે. ઘોડાના એન્ટીસીરમ હડકવા રોકવા તથા ઝેરી સાપ કે ઝેરી કરોળીયા કરડયા હોય તેવી વ્યકિતઓને આપવામાં આવે છે. આનો ઉપયોગ ખોરાક દદ્વારા ગયેલ ઝેર (બોટુલીઝમ) વાયુ દ્વારા શરીરમાં થયેલ સડો અને હડકવા ઉપર કરવામાં આવે છે. જોકે ઘણા દર્દીઓ પ્રાણીજન્ય પ્રોટીન તરફ ઘણા જ સંવેદનશીલ હોય છે અને તેને કારણે ગંભીર પ્રતિક્રિયા ઉત્પન્ન થાય છે.
લોહી ઘટ્ટ થાય એટલે એ મંદગતિએ ચાલે
રોગની સારવાર માટે શરીરમાંથી લોહી કાઢી લેવાની ક્રિયાને બ્લડ લેટિંગ કહેવાય છે. આધુનિક યુગના થોડા ઘણા રોગોમાં પોલીસીથેમિયાની સારવારમાં બ્લડલેટિંગનો પ્રયોગ કરવામાં આવે છે. આ રોગમાં રકતકોષો ઝડપથી વધે છે. લોહી ઘટ્ટ થાય છે અને મંદગતિએ ચાલે છે. બ્લડલેટિંગ દ્વારા લોહીનો વધારાનો જથ્થો કાઢી લેવામાં આવે છે. ઘણું ખરું આ ક્રિયામાં નસમાંથી લોહી ખેંચવામાં આવે છે. પુરાણા સમયમાં સર્જનો હજામનું પણ કામ કરતા, તેઓ બ્લડલેટિંગ કરતા, સાધારણ રીતે આ ક્રિયા દર્દીને નબળો બનાવતી, અત્યારે તો ઘણા જ જૂજ કિસ્સાઓમાં લોહી કાઢવામાં આવે છે. બ્લડ લેટીંગ વેનીસેકશન અથવા ફલેબોટોમી તરીકે પણ ઓળખાય છે.
હોર્મોન્સ (રકતના બંધારણમાં હોર્મોન્સ):- તંદુરસ્ત લોહીમાં ચોકકસ પ્રમાણમાં કેટલાક રાસાયણિક પદાર્થો હોય છે. જો આ પદાર્થોનું પ્રમાણ કાં તો વધી જાય અથવા તો ઓછું થાય તો શરીરને નુકશાન કરે છે.
શરીરના રકતનું બંધારણ સામાન્ય સીમારેખામાં રહે તે તે માટે અસંખ્ય હોર્મોન્સ સાથે મળી કામ કરે છે પેરાથાઇરોઇડ ગ્રંથિમાંથી ઝરતો પેરાથોરમોન અને થાઇરોડમાંથી પેદા થતો કેલ્સીટોનીન લોહીમાં ચુનાના પ્રમાણને નિયંત્રિત કરે છે. લોહીમા રહેલ ફોસ્ફરસને પણ પેરાથોરમોન કાબૂમાં રાખે છે. મૂત્રાશય ઉપરના આવરણમાથી ઝરતું હોર્મોનનું એક જૂથ, મીનરોલોકોર્ટિકોઇડઝ, લોહીના ક્ષારો અને પ્રવાહીને સમતોલ રાખે છે. આલ્ડોસ્ટેરોન એ એક મહત્વનું મીનરોલોકોટિકોઇડઝ છે. વાસોપ્રેસીન જે એન્ટીડાયુરીલીક પણ કહેવાય છે. તે લોહીના પ્રવાહી ઘટકનું નિયમન કરે છે. આ હાઇપોથેલેમસ દ્વારા ઉત્પન્ન થાય છે, પરંતુ પીઠયુટરી ગ્રંથીના પાછળના ભાગમાં એકઠું થાય છે અને ત્યાંથી તેને છોડવામાં આવે છે.