ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચનો અભ્યાસ ડોકટર્સને ચેતવે છે
શરીરમાં શસ્ત્રક્રિયા થઇ હોય એ દરમિયાન 48 કલાકથી વધારે એન્ટીબાયોટિકનો ઉપયોગ કરવો નહીં. ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડીકલ રીસર્ચ (આઇસીએમઆર) ના એક રિપોર્ટમાં ઉપરોકત પ્રમાણે જણાવાયું છે. શરીરમાં શસ્ત્રક્રિયા બાદ ચેપ લાગે નહીં. તેથી એન્ટીબાયોટિકનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ આ એન્ટીબાયોટિક ના 48 કલાકથી વધારે ઉપયોગ કરવાથી ઇન્ફેકશન વધી શકે છે.ઇન્ડિયન કાઉન્સીલે કરેલાં એક અભ્યાસ દરમિયાન એવું પણ તારણ નિકળ્યું છે કે શસ્ત્રક્રિયા થઇ હોય એ પછી 12 કલાક સુધી એન્ટીબાયોટીક ‘ઇન્ફેકશન’ લાગતા અટકાવે છે.
48 કલાક સુધી જો શસ્ત્રક્રિયા થઇ હોય તેવા ભાગમાં એન્ટીબાયોટિકનો ઉપયોગ કરાય અને જે પરિણામ નથી મળતું તેના કરતા 12 કલાક સુધીના ઉપયોગથી સારુ પરિણામ મળી શકે છે.એક ગંભીર વાતએ પણ સામે આવી છે કે ઘણી હોસ્પિટલોમાં ડોકટર્સ માત્ર એક દિવસ નહી પણ દસ-દસ દિવસ સુધી સર્જરી પછી એન્ટીબાયોટિક ડોઝ આપે છે.ટુંકમાં ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડીકલ રિસર્ચનો અભ્યાસનો એવા સંકેત આપે છે કે વ્યાપક પ્રમાણમાં એન્ટીબાયોટિક દવાના ઉપયોગથી તેનું પરિણામ અવળુ પણ મળી શકે છે.