અબુધાબીની ઘટના: મસમોટી રકમનો ચેક તો આપ્યો પણ બેંકમાંથી પરત ફરતાં ૩ વર્ષની સજા
યુ.એસ.ઇ. માં રૂપિયા ૫૦ કરોડમાં ‘એકકો’ લેનાર જેલ હવાલે થઇ ગયો છે. ટૂંકમાં એક નંબરી દશ નંબરી નીકળયો છે. મામલો એવો છે કે અબુધાબીમાં અબ્દુલ્લા અલ માહરીએ પોતાની લકઝરી કાર માટે ૩૧ મિલિયન દિરહામ એટલે ૮૪ લાખ અમેરીકી ડોલર એટલે આશરે ૫૦ કરોડ રૂપિયા જેવી મસ મોટી રકમ ખર્ચીને નંબર પ્લેટમાં નંબર ૧ ખરીદ્યો હતો.
પરંતુ આ મહાશયે ૩૧ મિલિયન દીરહામનો જે ચેક આપ્યો હતો. તે બેડ ચેક નીકળ્યો અર્થાત બેંકમાંથી પાછો ફર્યો આથી આરબ અદાલતે તેને ૩ વર્ષની જેલની સજા સંભળાવી છે.
વાહન માટે મનગમતો રજીસ્ટ્રર્ડ નંબર મેળવવા ભારતની જેમ આરબ દેશોમાં પણ હરાજી કરવામાં આવે છે. આથી અબ્દુલ્લાએ પણ ઉંચી બોલી લગાવીને એકકો ખરીદ્યો હતો. પરંતુ ચેક પરત ફરતા આ એક નંબરી દશ નંબરી નીકળ્યો છે. અને અંતે જેલના સળિયા પાછળ ધકેલાઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે આરબ દેશોમાં કાયદા ખુબ જ કડક છે. અને અદાલાની કાર્યવાહી પણ ભારતની તુલનામાં ખુબ જ ઝડપી છે. જેથી ગુનેગાર માટે કોઇ જ પ્રકારે છટકબારી શોધવી મુશ્કેલ જ નહીં નામુમકીન છે. દુબઇના ખલીજ ટાઇમ્સ અખબારમાં આ કિસ્સો પ્રશાશિત થયો છે.