ઉનાળાની ગરમી દિવસેને દિવસે ખૂબ જ વધતી જાય છે તેવામાં ચહેરાની ચમક પણ ખોવાટી જાઈ છે.આપણે ઘણા રૂપિયા ચહેરાની ચમક પછી લાવવા માટે ખર્ચતા હોય છીએ , પરંતુ તે કાયમી ધોરણે ચહેરાને તરોતાજા નથી રાખી શકતા.
ઘણા ઓછા લોકોને કેએચબીઆર હોય છે કે ચહેરા પર બરફ લગાડવાથી ડાર્ક સર્કલ દૂર થાય છે અને ચહેરો ખીલી ઊઠે છે. જો તમને વધારે પડતો મેક અપ લગાડવો નથી પસંદ તો તમે નિયમિત રૂપ થી બરફના ઉપયોગથી તમારા ચહેરાને એક દમ ફ્રેશ રાખી શકો છો. સાથે સાથે બરફ તમારા ચહેરા પર ડાઘાને પણ દૂર કરવામાં મદદરૂપ બને છે.
બરફને એપલાઈ કરતાં સમયે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમારી ત્વચા બરફના સીધા સંપર્કમાંના આવે.કારણકે તેના લીધે તમારી ત્વચા બરફની ઠંડીના લીધે લાલ થઈ શકે છે. તેના માટે કોઈ મુલાયમ કપડાંમાં બરફને લપેટીને તેને ચહેરા પર હલકા હાથે મસાજ કરો, જો તમે લાંબા સમય સુધી મેકઅપને રાખવા માંગો છોચહેરા પર તો મેકઅપ લગાવતા પહેલા બરફને ચહેરા પર એપલાઈ કરો.બરફ માત્ર ચહેરાના ગ્લો માટે જ નહિ પરંતુ તેનાથી ચહેરો બેદાગ બનશે.