મેડિકલ સાયન્સે પુરવાર કર્યું છે કે શરીરમાં બીજે ક્યાંય પણ ચરબી હોય એના કરતાં પેટ ફરતે ચરબીનાં ટાયર જમા યાં હોય એ સૌી ખરાબ છે. એનાી હાર્ટ-ડિસીઝ, ડાયાબિટીસ અને કેન્સર જેવા ગંભીર રોગોનું જોખમ વધે છે.
આ પેટ ફરતેની ચરબી ઘટાડવી હોય તો હેલ્ધી ફેટ લેવી જોઈએ અને એ માટે કનોલા ઓઈલ મદદરૂપ ઈ શકે છે એવું અમેરિકાના રિસર્ચરોનું કહેવું છે. પેન્સિલ્વેનિયા સ્ટેટ યુનિવર્સિટીના રિસર્ચરોનું કહેવું છે કે કનોલા ઓઈલમાં રહેલી મોનોસેચ્યુરેટેડ ફેટ શરીરમાં ભરાયેલી હાનિકારક ચરબીને ઘટાડે છે.
અભ્યાસમાં ૧૦૧ પાર્ટિસિપન્ટ્સને પાંચ અલગ અલગ પ્રકારનાં વેજિટેબલ ઓઈલનો ચાર અઠવાડિયાં સુધી પ્રયગ કરાવવામાં આવ્યો હતો.