નાના મવા સર્કલ સ્થિત ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની મુલાકાત લેતા મ્યુનિ.કમિશનર

મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ આજે નાનામવા સર્કલ પાસે આવેલ ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત કરી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું તેમજ વેસ્ટ ઝોન ઓફિસ ખાતે ટી.પી.સ્કીમ નં.36નાં જમીન માલિકો સાથેની વેસ્ટ ઝોન ઓફિસ ખાતે ટી.પી.સ્કીમ નં.36નાં જમીન માલિકો સાથેની મીટિંગમાં થઇ રહેલી કાર્યવાહીનું પણ નિરીક્ષણ કર્યું હતું.

શહેરમાં થતી ગંદકી તથા ગાર્બેજ, રસ્તે રખડતા પશુઓ અને ડ્રેનેજ લાઈન લીકેજને લગતી ફરિયાદો વગેરેનું તાત્કાલિક નિવારણ લાવવા આઇસીસીસીના માધ્યમથી પણ પ્રયાસ કરવા પર મ્યુનિ. કમિશનરએ ભાર મુક્યો હતો.

વેસ્ટ ઝોન ઓફિસ ખાતે મવડી વિસ્તારમાં આવેલ ટી.પી. સ્કીમ નં. 36નાં જમીન માલિકોને ટી.પી.સ્કીમ અંગે સમજાવવાની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની પણ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ મુલાકાત કરી થઇ રહેલી કાર્યવાહીનું પણ નિરીક્ષણ કર્યું હતું.

આજની વિઝિટમાં મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ નાયબ મ્યુનિ. કમિશનર  ચેતન નંદાણી, આઈ.ટી. હેડ સંજય ગોહેલ, પી.એ.(ટેક.)ટુ કમિશનર હિમાંશુ દવે, આસી. મેનેજર વત્સલ પટેલ, નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્વિજયસિંહ તુવર હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.