તમારા કિચનમાં રહેલી ઘણી વસ્તુનો ઉપયોગ તમે બ્યુટી માટે કરી શકો છો. કિચનમાં રહેલી વસ્તુથી તમે સુંદરતને નેચરલ રીતે વઘારી શકો છો. કારણકે તેમાં કોઈ પણ પ્રકારના સાઈડ ઇફેટ્ક થતાં નથી. આવી જ એક વસ્તુ છે લોટ. આ ઘઉંનો લોટ માત્ર રોટલી માટે જ નહીં પરંતુ તેનો ઉપયોગ આપણે બ્યુટી ટિપ્સ માટે પણ કરી શકીએ છીએ. ઘરે જ સરળતાથી લોટનો ફેસપેક બનાવી શકો છો.તો ચાલો જાણીએ આ ફેસપેક લઈ રીતે બનાવો.
ક્લિયર સ્કીન માટે તમે આ ફેસપેકનો ઉપયોગ કરી શકો છો.તેમાં માટે તમારે અઠવાડિયામાં બે વાર આ ફેસપેકનો ઉપયોગ કરવો પડશે. આ પેક બનવા માટે 1 ચમચો લોટ અને તેમાં જરૂરિયાત પ્રમાણે પાણી મિક્સ કરી પાતળું પેસ્ટ બનાવો અને તેને ચહેરા પર લગાવો ત્યાર બાદ સુકાઈ ગયા બાદ તેને સાફ પાણીમાં ધોઈ લો. આમ કરવાથી તમારી સ્કિનમાં રહેલા ડેડ સેલ્સ બહાર નીકળશે અને તમારા ચહેરાની ત્વચા અંદરથી સાફ થશે.