પહેલા સમય અવધિ 12 મહિનાની હતી : વર્ષ 2021માં 93,450 ભારતીય મૂળના લોકોને ગ્રીન કાર્ડ મળ્યું હતું
યુએસ સીટીઝનશિપ અને ઇમિગ્રેશન સર્વિસ દ્વારા ગ્રીન કાર્ડની સમયમર્યાદા અને તેની અવધિમાં ફરી વધારો કરી 24 મહિના કરવામાં આવ્યા છે. આ પૂર્વે આ અવધિ 12 માસની હતી. એટલુંજ નહીં જે ગ્રીન કાર્ડ ધારકો ફોર્મ આઈ-90 ભરસે તેને આ સમય અવધીનો લાભ મળશે .એટલુંજ ઇમિગ્રેશન સંસ્થાએ જણાવ્યું હતું કે, જે રહેવાસીઓએ ફોર્મ આઈ-90 સરખી રીતે ભર્યું હશે અને જે તે વ્યક્તિનું કાર્ડ રીન્યુ કરવાનું બાકી હશે તેમને આ વધારાની સમય મર્યાદાનો લાભ મળશે.
યુએસમાં ગ્રીન કાર્ડ મેળવનાર દેશોમાં સૌથી વધુ ગ્રીનકાર્ડ ભારતીય લોકોના નીકળે છે. ગ્રીન કાર્ડની મર્યાદા 10 વર્ષની છે ત્યારે બાદ તેને રીન્યુ કરવામાં આવે છે. એટલુંજ નહીં ફોર્મ આઈ-90 ભરનાર ની નવી અરજી માટે પણ સમય મર્યાદા 24 મહિના કરવાની માંગ કરવામાં આવી છે. ત્યારે ઇમિગ્રેશન સંસ્થાએ રીસીપ્ટ નોટિસ છપાવવાની કામગીરી શરૂ કરી દીધી છે કે જે ગ્રીન કાર્ડ ધારકો ને આપવામાં આવશે કે જેઓની અરજીઓ હજુ પડતર પડેલી હોય.
ઇમિગ્રેશન એજન્સીના જણાવ્યા મુજબ આ રીસીપ્ટ ગ્રીન કાર્ડ તેના પુરાવા સ્વરૂપે આપવાની રહેશે. એ બાદ જ ગ્રીન કાટ ધારકો નું ગ્રીન કાર્ડ ફરી રીન્યુ થઈ શકશે. અમેરિકામાં વસવાટ કરવાનું ભારતીય મૂળના લોકોનું પ્રમાણ વધ્યું છે ત્યારે આવનારા સમયમાં પણ આ સ્થિતિ યથાવત રહે તેવી શક્યતા પણ સેવવામાં આવી રહી છે. અમેરિકામાં ભારતીય મૂળના લોકો દિન પ્રતિદિન વધી રહ્યા છે અને તેઓ ત્યાં પોતાનો અસાઈ પણ આગળ ધપાવે છે પરિણામે અમેરિકાની અર્થવ્યવસ્થામાં પણ ઘણો સુધારો આવ્યો છે.