દક્ષિણ કોરિયા સાથેની સમિટ પહેલાં જ રદ થઇ છે, ટ્રમ્પ અને કિમની વાતચીત ૨૧ જૂનના રોજ થવાની છે નોર્થ કોરિયા દક્ષિણ કોરિયા સાથે બુધવારે થનારી સમિટ રદ કરી ચૂક્યું છે
ઉત્તર કોરિયાએ તેના એટમી હથિયાર ખતમ કરવાના એકતરફી દબાણ બનાવવાને કારણે ટ્રમ્પ સાથે કિમ જોંગની આગામી મહિને પ્રાસ્તાિવક વાતચીત રદ કરવાની ધમકી આપી છે. તે દક્ષિણ કોરિયા સાથેની વાતચીત પહેલાં જ રદ કરી ચૂક્યું છે. ટ્રમ્પ અને કિમની વાતચીત ૨૧ જૂનના રોજ થવાની છે. આ પહેલા ઉત્તર કોરિયા પોતાના એટમી હથિયાર ખતમ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી ચૂક્યું છે. નોર્થ કોરિયાએ કહ્યું- અમેરિકા બકવાસ નિવેદનોથી ઉશ્કેરી રહ્યું છે
નોર્થ કોરિયાની ન્યુઝ એજન્સી કેસીએનએના જણાવ્યા પ્રમાણે, ઉપવિદેશ મંત્રી કિમ કાઇ-ગ્વાને કહ્યું છે કે અમેરિકા પોતાનું વલણ નહીં બદલે તો અમારે ફરીથી વિચારવું પડશે કે અમેરિકા સાથે પ્રસ્તાવિત વાતચીતમાં સામેલ થવું કે નહીં.
નોર્થ કોરિયાનું કહેવું છે કે તેને આશા હતી કે આ વાતચીતથી પરિસ્થિતિ સામાન્ય થવામાં મદદ મળશે, પરંતુ અમેરિકા બકવાસ નિવેદન આપીને અમને ઉશ્કેરી રહ્યું છે. બીબીસીના જણાવ્યા પ્રમાણે, વાતચીત માટે શ્રેષ્ઠ રીતે તૈયારીઓ ચાલી રહી હતી પરંતુ આ નિવેદન પછી તેના પર શંકા ઊભી થઇ ગઇ છે.
અમેરિકા વાતચીતની તૈયારી બંધ નહીં કરે- અમેરિકાએ કહ્યું છે કે નોર્થ કોરિયાના વલણમાં ફેરફારની અમને કોઇ જાણકારી નથી. ટ્રમ્પ-કિમની વાતચીત માટે તૈયારીઓ ચાલુ રહેશે.
કોરિયા નેશનલ ડિપ્લોમેટિક એકેડમીના પ્રોફેસર કિમ હ્યુન-વુકનું કહેવું છે કે કદાચ ઉત્તર કોરિયા વાતચીતની શરતો નવે પાયે નક્કી કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તેમણે કહ્યું, “લાગે છે કે કિમ જોંગ ઉન પરમાણુ નિ:શસ્ત્રીકરણ માટે પહેલા અમરિકાએ માંગો મનાવવા માટે મજબૂર હતા. પરંતુ, ચીન સાથે સંબંધો સામાન્ય થવા અને આર્થિક મદદનો ભરોસો મળ્યા પછી તેઓ પોતાનું વલણ બદલવાનો પ્રયત્ન કરી રહ્યા છે.‘ દક્ષિણ કોરિયા સાથે વાતચીત રદદક્ષિણ કોરિયા સાથે બુધવારે પ્રસ્તાવિત પોતાની વાતચીતને પણ ઉત્તર કોરિયા રદ કરી ચૂક્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com