• અમેરિકામાં ટૂંક સમયમાં H-1B વિઝા માટેની લોટરી સિસ્ટમ શરૂ થશે.
  • H-1B નોન-ઇમિગ્રન્ટ વિઝા છે, જેના હેઠળ અમેરિકન કંપનીઓ વિદેશી કામદારોને નોકરી પર રાખે છે.
  • લોટરીની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે

ઇન્ટરનેશનલ ન્યૂઝ : યુએસ સરકાર ટૂંક સમયમાં H-1B વિઝાના લાભાર્થીઓ માટે લોટરીનો પ્રથમ રાઉન્ડ શરૂ કરવા જઈ રહી છે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) ને H-1B વિઝા માટે અગાઉ સબમિટ કરેલી ઇલેક્ટ્રોનિક અરજીઓમાંથી અરજદારોની પસંદગી લોટરી દ્વારા કરવામાં આવશે. H-1B વિઝા માટેની નોંધણી તાજેતરમાં બંધ થઈ ગઈ છે. નાણાકીય વર્ષ 2025 માટે H-1B વિઝાના પ્રારંભિક રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 22 માર્ચ હતી. જોકે, બાદમાં તેને લંબાવીને 25 માર્ચ કરવામાં આવી હતી. લોટરીની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. H-1B વિઝાની માંગ સૌથી વધુ હોવાથી યુએસ એજન્સી લોટરી સિસ્ટમનો ઉપયોગ કરે છે.

અમેરિકા દર વર્ષે 85 હજાર લોકોને H-1B વિઝા આપે છે. તેમાંથી 20 હજાર વિઝા અમેરિકાની કોઈપણ યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવનારને આપવામાં આવે છે. બાકીના 65 હજાર વિઝા લોટરી સિસ્ટમ દ્વારા આપવામાં આવે છે. રજીસ્ટ્રેશન પૂર્ણ થયા પછી જેમની પસંદગી કરવામાં આવશે, તેમને 31 માર્ચ સુધીમાં તેમના myUSCIS ઓનલાઈન એકાઉન્ટ પર તેની જાણ કરવામાં આવશે. આ પછી, 1 એપ્રિલથી H-B કેપ પિટિશન માટે ઓનલાઈન ફોર્મ સબમિટ કરવામાં આવશે. જ્યારે, અરજી H-1B નોન-કેપ માટેની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.3b1bbde6 c6e0 49e4 a8e6 4e611506dfd6

નોન-ઇમિગ્રન્ટ વર્કર માટે અરજી ફોર્મ I-129 અને પ્રીમિયમ સેવા માટે અરજી ફોર્મ I-907 ઓનલાઇન ઉપલબ્ધ છે. નાણાકીય વર્ષ 2025 માટે વિઝા અરજીઓ 1 એપ્રિલથી લેવામાં આવશે. વર્ષો પછી અમેરિકન સરકારે પણ વિઝા ફીમાં વધારો કર્યો છે. વિઝા ફી $10 થી વધારીને $110 કરવામાં આવી છે. તે જ સમયે, H-1B વિઝા માટે નોંધણી ફી પણ $10 થી વધારીને $215 કરવામાં આવી છે.

H-1B વિઝા એ નોન-ઇમિગ્રન્ટ વિઝા છે. તે અમેરિકન કંપનીઓને વિદેશી કામદારો રાખવાની મંજૂરી આપે છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ અમેરિકન કંપનીમાં કામ કરે છે ત્યારે તેને H-1B વિઝા આપવામાં આવે છે. શરૂઆતમાં તે 3 વર્ષ માટે માન્ય છે, જેને 6 વર્ષ સુધી વધારી શકાય છે. H-1B વિઝાના સૌથી વધુ લાભાર્થીઓ ભારતીયો છે. આંકડાઓ અનુસાર, અમેરિકા દર વર્ષે H-1B વિઝા ઇશ્યુ કરે છે તેમાંથી 70 ટકાથી વધુ ભારતીયોને મળે છે.

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.