નાના ધંધાર્થીઓને લોન આપીશું: લોકોને બહાર નીકળવા દુકાનોમાં જવા નહીં દઇએ
અમેરીકા સેનેટએ અભૂતપૂર્વ કહી શકાય તેવા ૪૮૪ બિલીયન ડોલરનું વધારાનું ભંડોળ કોરોના રાહત નીધી માટે ફાળવવાની જાહેરાત કરી છે. અમેરીકાનું અર્થતંત્ર અને દર્દીઓની સારવાર માટે કાર્યરત હોસ્૫િટલોને મદદરુપ થવા માટે આ અઠવાડીયે જ આ ભંડોળ છુટું કરવામાં આવશે.
સેનેટના ખાલી ખાલી લાગતા અને દુર દુર બેઠેલા સાંસદોએ ઘ્વની મતથી તાત્કાલીક આ બીલને મંજુરી આપી હતી.
ગુરૂવારે સંભાવીત રીતે કોરોના સંબંધીત આ નિર્ણય પસાર થઇ જશે અત્યાર સુધીમાં ૩ બીલીયન ડોલરનું ભંડોળ ફાળવાયું છે. અમેરિકા ૪૩ હજાર નાગરીકોનું આ વાયરસે ભોગ લીધો છે. ડોનાલ્ડ ટ્રમ્પે કોંગ્રેસને તાત્કાલીક સહકારની અપીલ કરી છે. વોશિગ્ટન ને ૩પ૦ બીલીયન ડોલરની ફાળવણી નાના ઉઘોગોને બેઠા કરવા માટે ફાળવી દીધી છે.
ઉઘોગ જગતને ધમધમતું કરવા માટે વધુ પૈસાની જરુર ઉભી થઇ છે ત્યારે નાના ઉઘોગકારોમાં ૧રપ બિલીયન ડોલર અને નાની દુકાનો માટે આ મદદ ઉભી કરવામાં આવી છે. કટોકટીનો સમય ગાળો નિશ્ર્ચિત નથી ત્યારે જલ્દી આ ખરડો પસાર કરવા માટે રીપબ્લીકના નેતા મીકમેકોનાલે અપીલ કરી હતી ૩૨૫ બીલીયન ડોલર નાના ધંધાર્થીઓ માટે ૬૦ બિલીયન ડોલર ડીઝાસ્ટર સહાય માટે, ૭૫ બીલીયન ડોલર હોસ્૫િટલો માટે અને રપ બિલીયન ડોલર કોરોના ટેસ્ટીંગ માટે ફાળવવામાં આવ્યા છે.
અમે નાના ધંધાર્થીઓને લોન આપશું જ પરંતુ લોકોને બહાર નીકળીને દુકાનોમાં જવા નહી દઇઓ કોંગ્રેસે આ મુદ્દે અત્યાર સુધી ૨.૩ ટ્રીલીયન ડોલરનો ખર્ચ કર્યો છે. વોશિંગ્ટનમાઁ દરેક અઠવાડીયે પરિસ્થિતિ બદલતી જાય છે. ૭ લાખ ૭૫ હજાર લોકો આ મહામારીમાં ઝપડાયા છે અને ર કરોડ ર૦ લાખ લોકો બેકાર બન્યા છે.
કોરોના વાયરસના સંક્રમણથી પ્રભાવિત અર્થતંત્રને બેઠું કરવા કવાયત હાથ ધરવામાં આવી છે. રીપબ્લીકયન નાના ધંધાર્થીઓને બેઠા કરવા માટે ફંડની હિમાયત કરે છે. જયારે ડેમોક્રેડિટ પાર્ટી, હોસ્પિટલ, આરોગ્ય વિષયક કેન્દ્રો માટે નાંણાની ફળાવણીની માંગ કરે છે. સરકારે આ તબકકામાં મહેસુલી ખાદ્યનો બોજ ઉઠાવ્યો છે ત્યારે ટ્રમ્પે ટવીટ ઉપર કહ્યું હતું કે તે રાજય સરકારો અને સ્થાનીક વહીવટી તંત્રને આંતર માળખાકિય સુવિધાઓ દુરસ્ત કરવા આહવાન કર્યુ હતું.