લાંબા સમયથી પડતર પ્રશ્ર્નો અને દ્રિપક્ષીય સંબંધો મજબુત બનાવવા માટે ટ્રમ્પ ભારત પ્રવાસે આવી રહ્યા છે
ભારતના નજીકના મિત્ર ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દોસ્તાના પ્રભાવના આશિક બનેલા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પમાં ફેબ્રુઆરી મહિનામાં ભારતની મુલાકાતે આવવાની તૈયારીઓ કરી રહ્યા છે. સત્તાવાર રીતે જણાવાયું છે. કે વોશિગ્ટનમાં આવતા અઠવાડીયેથી જ રાષ્ટ્રપ્રમુખની આ મુલાકાત અંગેની તૈયારીઓ શરુ કરવાનું અંદર ખાતે ઔપરારિકત રીતે તૈયારીઓ શરુ થઇ જશે.
બન્ને દેશોએ આ મુલાકાતની તારીખો અને આયોજન અંગે પરસ્પરના સંપર્કમાં રહીને તૈયારીઓ શરુ કરી છે. પરંતુ હજુ આ અંગેના મુસદદા અંગે ની જાણકારી બહાર પાડી નથી.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આ મુલાકાત દરમિયાન ઘણા લાંબા સમયથી પેન્ડીંગ વ્યાપાર સમજુતી અને અન્ય કેટલીક બાબતોનો સમાવેશ થશે. અલબત આ અંગે હજુ કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
ભારતમાં અત્યારે ર009 થી ધીમી આર્થિક વૃઘ્ધિ દર સીટીઝન એમેજમેન્ટ એકટના સરકાર દ્વારા કરવામાં આવેલા અમલ સામે રાષ્ટ્રવ્યાપી દેખાવોનો સામનો કરી રહેલી સરકાર માટે આ ચાલી રહેલા કપરાકાળ દરમ્યાન જ આ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ના આ પ્રવાસને લઇને ભારતમાં ધમધમાટ શરુ થયો છે.
ગત સપ્ટેમ્બરમાં નરેન્દ્ર મોદીની અમેરિકન મુલાકાત વખતે હયુસ્ટનમાં હાવડી મોદી મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ દોસ્તાના અંદાજમાં હાથમાં હાથ નાખીને ચાલ્યા હતા અને બન્ને દેશોની ગાઢ દોસ્તીના સંકેત આપ્યા હતા.
ભારતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ડોનાલ્ડ ટ્રમ્પતે મુખ્ય મહેમાન તરીકે ઇજજન આપ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પની આ મુલાકાત ભારત અમેરિકા વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનાવવામાં નિમિત બનશે.