ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના હવાઇ આઇલેન્ડ પર ગુરૂવારે લેન વાવાઝોડું ત્રાટક્યું હતું. વાવાઝોડાંના કારણે આઇલેન્ડ પર ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઇ છે. શરૂઆતમાં કેટેગરી 4નું લેન ચક્રવાત મોડીરાત્રે કેટેગરી 3માં આવી ગયું હતું. લેન વાવાઝોડું પેસિફિક મહાસાગરથી 225 કિમી સાઉથ કિલાઉ-કોના તરફથી આવી રહ્યું છે. જેના કારણે માત્ર 24 કલાકમાં 20 ઇંચ વરસાદ પડ્યો હતો. હવાઇ કાઉન્ટી સિવિલ ડિફેન્સ એજન્સીના જણાવ્યા અનુસાર, બિગ આઇલેન્ડ્સ પર પૂરના કારણે જમીન ધસી પડતા અનેક લોકોનું સ્થળાતંર કરાવવામાં આવ્યું છે.
હાલ વરસાદ અને વાવાઝોડાંના કારણે કોઇ જાનહાનિ કે ઇજાના સમાચાર નથી. ઓથોરિટીએ પૂર અને જમીન ધસી પડવાના કારણે પેસિફિક આઇલેન્ડ સ્ટેટના 14 મુખ્ય રોડ બંધ કરી દીધા છે.
- હવાઇ આઇલેન્ડના ટૂરિસ્ટ્સને આઇલેન્ડ ઓફ મોઇ પર નહીં જવાની અપીલ કરવામાં આવી છે.
- લેન ચક્રવાત નોર્થવેસ્ટ તરફ 10 કિમી/કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. ગુરૂવારે બપોરે ત્રાટકેલું વાવાઝોડું મોડી રાત સુધી કેટેગરી 3માં આવી ગયું હતું.
- અહીં 24 કલાકમાં 20 ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે 201 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે.
આજે બિગ આઇલેન્ડમાં ત્રાટક્યું વાવાઝોડું
- ઓથોરિટીના જણાવ્યા અનુસાર, મોઇ અને પેસિફિક આઇલેન્ડ સ્ટેટ બાદ આજે શુક્રવારે વહેલી સવારે વાવાઝોડું બિગ આઇલેન્ડ તરફ આગળ વધ્યું હતું.
- હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, લેન ચક્રવાત અનિશ્ચિત રીતે આગળ વધી રહ્યું છે અને હજુ પણ હવાઇ આઇલેન્ડના અલગ અલગ વિસ્તારમાં તારાજી સર્જી શકે છે.
- હવાઇની રાજધાની હોનુલુલુના કોમ્યુનિકેશન ડાયરેક્ટર એન્ડ્ર્યુ પેરેરાના જણાવ્યા અનુસાર, અમે લોકો અને ટૂરિસ્ટ્સને આ વાવાઝોડાંને ગંભીરતાથી લેવાની અપીલ કરી છે. વાવાઝોડાંની આગાહી ત્રણ દિવસ પહેલાં જ કરી દીધી હોવાના કારણે લોકોએ જીવન જરૂરીયાત સામાનની ખરીદી પણ શરૂ કરી દીધી હતી.
પાણીનું લેવલ 3 થી 5 ફૂટ વધવાની શક્યતાઓ
- નેશનલ હરિકેન સેન્ટરે ચેતવણી આપી છે કે, ચક્રવાતના કારણે અહીં 3થી 5 ફૂટ વોટર લેવલ વધી શકે છે. વધુ વરસાદના કારણે આજે શુક્રવારે બિગ આઇલેન્ડ પર રેસ્ક્યુ ઓપરેશન અને સ્થળાંતર કરવામાં આવશે.
- પાર પેસિફિક હોલ્ડિંગ ઇન્ડસ્ટ્રીએ કહ્યું કે, વાવાઝોડાંની આગાહીના પગલે તેઓએ 93,500 રિફાઇનરી બંધ કરી દીધી છે.
- અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે હવાઇમાં સ્ટેટ ઇમરજન્સી જાહેર કરી છે અને ફેડરલ ઓથોરિટીને અહીં પુરતી મદદ મોકલાવવાના ઓર્ડર આપ્યા છે.
- હવાઇમાં અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી વાવાઝોડું ઇનિકી હતું, જે કેટેગરી 4નું વાવાઝોડું હતું. સપ્ટેમ્બર 1992માં ત્રાટકેલાં ઇનિકી ચક્રવાતના કારણે કોઇએ આઇલેન્ડ લગભગ નષ્ટ થઇ ગયો હતો.
- ઇનિકી ચક્રવાતના કારણે 6 લોકોનાં મોત થયા હતા અને 14,000 મકાનો નષ્ટ થયા હતા.