અમેરિકાના ટેક્સાસ અને લુસિયાના રાજ્યોના લોકો હાર્વે વાવાઝોડાની અસરમાંથી બહાર આવ્યા નથી.ત્યાં અમેરિકાની પૂર્વ તરફ એક વાવાઝોડા ‘ઇરમા’નું જોખમ વધતું જાય છે. આ સિવાય દરિયાકાંઠા ઉપરાંત પ્યૂર્ટો રિકો, વેસ્ટ ઇન્ડિઝ, ક્યૂબા, બ્રિટિશ અને અમેરિકન દ્વિપ પ્રભાવિત હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. ઇરમા ફ્લોરિડામાં શનિવારે મોડી રાત અથવા રવિવારે પરોઢીયે પહોંચવાની શક્યતાઓ છે. તેની ઝડપ 241 કિમી/ પ્રતિ કલાકની હશે. એટલાન્ટિક સમુદ્રમાં અત્યાર સુધી આવેલું સૌથી વિનાશક વાવઝોડું હશે ઇરમા
– ઇરમા વાવાઝોડાંની ગતિ અને ક્ષમતામાં થઇ રહેલા વધારાને જોતા તેને ગુરૂવારે કેટેગરી-5માં મુકવામાં આવ્યું છે.
– યુએસ નેશનલ હરિકેન સેન્ટર અનુસાર, 185 માઇલ (297 કિમી/કલાક)ની ઝડપે ત્રાટકનાર આ વાવાઝોડું એટલાન્ટિક સમુદ્રમાં આવેલું અત્યાર સુધીનું સૌથી મોટું વાવાઝોડું હશે.
– બુધવાર સુધી તે લીવાર્ડ આઇલેન્ડ પર ત્રાટકવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
– ત્યારબાદ તે પ્યુર્ટો રિકો, યુએસ વર્જિન આઇલેન્ડ્સ, બહમાસ અને ક્યુબા તરફ આગળ વધશે.
– યુએસ બાદ આ વાવાઝોડાંની દિશા કઇ હશે તે હજુ સુધી નક્કી નથી.
– ફ્લોરિડા, જ્યોર્જિયા અથવા કેરોલિનાસની જમીન પર અટકશે. અથવા તે ગલ્ફ ઓફ મેક્સિસો કે ઇસ્ટ એટલાન્ટિક તરફ અટકી શકે છે.
– સોમવારે ફ્લોરિડાના ગર્વનર રિક સ્કોટે રાજ્યમાં ઇમરજન્સી જાહેર કરી છે.