ફ્લોરેંસ વાવાઝોડું અમેરિકાના પૂર્વ તટ સુધી પહોંચી ગયું છે. ગુરુવારે વાવાઝોડાના કારણે કૈરોલિનામાં 150 કિમી પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાયો હતો અને વરસાદના કારણે 1 લાખ ઘરમાં વીજળી જતી રહી હતી. કૈરોલિનામાં થોડા કલાકના વરસાદમાં જ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા.
નેશનલ હેરિકન સેન્ટરનું કહેવું છે કે, વાવાઝોડું ફ્લોરેંસની તીવ્રતા ઘટીને કેટેગરી-2ના વાવાઝોડા જેટલી થઈ ગઈ છે. જોકે હજુ પણ તેને જોખમી જ ગણી શકાય છે. માનવામાં આવે છે કે, આ વાવાઝોડાના કારણે અમેરિકાના અમુક વિસ્તારોમાં ભૂસ્ખલનની શક્યતાઓ વધી શકે છે. અત્યાર સુધીમાં અંદાજે 10 લાખ લોકોનું સુરક્ષીત સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે. હવામાન વિભાગ અનુસાર, યુએસ ઇસ્ટ કોસ્ટ તરફ પહેલાં ત્રાટકશે ત્યારબાદ તે સપ્તાહના અંત સુધી ઇનલેન્ડ સુધી પહોંચશે.