ઇરમા વાવાઝોડાંએ કેરેબિયન આઇલેન્ડ્સ પર તારાજી સર્જવાનું શરૂ કરી દીધું છે. અનેક ફ્રેન્ચ આઇલેન્ડ પર પૂર અને ઇમારતો તૂટવાના સમાચાર છે. ફ્રેન્ચ ઇન્ટિરિયર મિનિસ્ટર ગેરાર્ડ કોલ્લોમ્બે જણાવ્યું કે, સેન્ટ માર્ટિનની ચાર સૌથી મજબૂત ઇમારતો તોફાનમાં ધ્વસ્ત થઇ ગઇ છે. પેરિસ અને સેન્ટ માર્ટિનની વચ્ચે સંપર્ક તૂટી ગયો છે.
કેટગરી-5માં રાખવામાં આવેલું ઇરમા વાવાઝોડું 300 કિમી પ્રતિ કલાકની ઝડપથી સૌથી પહેલા એન્ટીગુઆ અને બરમૂડા પહોંચ્યુ. અહીંથી ઇરમાએ સેન્ટ માર્ટિન અને સેન્ટ બાર્ટ્સમાં તારાજી સર્જી. વેધર સાયન્ટિસ્ટ્સના અનુમાન અનુસાર, ઇરમા પ્યુર્ટો રિકો, ડોમિનિશિયન રિપબ્લિક અને ફ્લોરિડા તરફ આગળ વધશે.
ફ્લોરિડામાં સ્ટેટ ઓફ ઇમરજન્સી જાહેર કરી છે. વિમાન સેવાઓ રદ્દ કરવા અને સ્કૂલો બંધ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. આ સિવાય લોકોને પોતાના ઘરોમાં જ રહેવાની સુચના આપવામાં આવી છે.