અમેરિકન ડ્રોન દ્વારા કરાયેલા ઓપરેશનમાં ઉસ્મા ઉલ મુહાજીરનો ખાત્મો
યુએસ સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ)એ જાહેરાત કરી છે કે, અમેરિકી દળોએ પૂર્વી સીરિયામાં ડ્રોન હુમલામાં ઇસ્લામિક સ્ટેટ (આઈએસ)ના નેતાને મોતને ઘાટ ઉતારી દીધો છે. રવિવારે એક નિવેદનમાં સેન્ટકોમના કમાન્ડર જનરલ માઈકલ કુરિલાએ જણાવ્યું હતું કે 7 જુલાઈના સ્ટ્રાઈકમાં આઈએસ નેતા ઉસામા અલ-મુહાજિર માર્યો ગયો હતો.
કમાન્ડરે કહ્યું કે હુમલો એમક્યુ-9 રીપર ડ્રોન દ્વારા કરવામાં આવ્યો હતો. જનરલ કુરિલ્લાએ કહ્યું કે, અમે સ્પષ્ટ કરી દીધું છે કે અમે સમગ્ર ક્ષેત્રમાં આઈએસની હાર માટે પ્રતિબદ્ધ છીએ. આઈએસ માત્ર એક પ્રદેશ માટે જ નહીં પરંતુ મોટા પાયે ખતરો બનીને ઉભરી આવ્યો છે.
ઉપરાંત સેન્ટકોમે પુષ્ટિ કરી હતી કે હુમલામાં કોઈ નાગરિક માર્યા ગયા નથી, પરંતુ ઈજાના અહેવાલો અંગે સંક્ષિપ્તમાં જણાવ્યું નથી. સીરિયામાં આઈએસ વિરોધી કામગીરીમાં ભાગ લઈ રહેલા યુએસ ડ્રોનને ગયા અઠવાડિયે રશિયન એરક્રાફ્ટ દ્વારા ત્રણ વખત હેરાન કરવામાં આવ્યા હતા. હાલમાં આ જ ડ્રોન યુદ્ધગ્રસ્ત રાષ્ટ્રમાં છે.
યુએસ એરફોર્સ સેન્ટ્રલના એક નિવેદનને ટાંકીને વિદેશી મીડિયાએ જણાવ્યું કે, 7 જુલાઈના રોજ રશિયન ફાઈટર જેટ્સ અને યુએસ ડ્રોન વચ્ચેની ઘટના લગભગ બે કલાક સુધી ચાલી હતી. યુએસ એર ફોર્સ સેન્ટ્રલના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ એલેક્સ ગ્રિન્કેવિચે જણાવ્યું હતું કે રશિયન એરક્રાફ્ટ દ્વારા 18 બિન-વ્યાવસાયિક બંધ ઉડાનોને કારણે એમક્યુ-9 અસુરક્ષિત પરિસ્થિતિઓને ટાળવા પગલાં લેવાનું કારણ બન્યું હતું.