ચીની ડ્રેગન કરતા જગત જમાદાર પાકિસ્તાનને આપી શકે છે સારૂ વિકાસ મોડલ
છેલ્લા ઘણા સમયથી અમેરિકા અને ચાઈના વચ્ચે જે ટ્રેડવોર ચાલી રહ્યો હતો તેનાથી બંને દેશોને તેની ઘણી અસર પહોંચી છે ત્યારે ચાઈના પાકિસ્તાન સાથે મળી ચાઈના પાકિસ્તાન ઈકોનોમિક કોરીડોર કરવાનું નકકી કર્યું છે. આ તકે ટ્રમ્પ સરકારે પાકિસ્તાનને તાકીદ કરી જણાવ્યું હતું કે, ચાઈના સાથેનાં વ્યાપારીક સંબંધો અતિનુકસાનકારક સાબિત થશે.
આ તકે ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને વધુમાં જણાવ્યું હતું કે, ચાઈના સાથેનાં વ્યાપારીક સંબંધો લાંબાગાળા માટે નુકસાનકારક સાબિત થશે. અમેરિકાએ એ પણ જણાવ્યું કે, ચાઈના કરતા અમેરિકા પાકિસ્તાનને વધુ સારું વિકાસ મોડલ આપી શકે છે. અમેરિકાનાં મંત્રીએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, સીપીઈસી કરાર હેઠળ કરારનો લાભ પાકિસ્તાનને નહીં પરંતુ ચાઈનાને મુખ્યત્વે થશે ત્યારે પાકિસ્તાને આ દિશામાં ગંભીરતાપૂર્વક વિચાર કરવો પડશે. યુ.એસ.નાં આસીસ્ટન્ટ સેક્રેટરી એલીસ વેલ્સે જણાવ્યું હતું કે, હાલ પાકિસ્તાનની જે આર્થિક હાલત કફોડી બની છે તેમાં સીપીઈસી કરાર હેઠળ ચાઈના તેના કર્મચારીઓ તથા તેની અન્ય ચીજ-વસ્તુઓની નિયમિત અંતરાળે પાકિસ્તાનમાં મોકલવામાં આવી રહી છે જેનાથી પાક.ને ઘણાખરા અંશે નુકસાની પણ પહોંચશે.
હાલ પાકિસ્તાનને તમામ મોરચે પાછળ કરી દેવામાં આવ્યું છે ત્યારે અમેરિકા તરફથી મળતી અનેકવિધ સુવિધાઓ પર રોક મુકવામાં આવતી હોવાથી પાકની આર્થિક સ્થિતિ અત્યંત ડામાડોળ થઈ ગઈ છે ત્યારે પ્રશ્ન ઉદભવિત એ થાય છે કે, આગળનાં સમયમાં પાકને કેવી રીતે બેઠુ કરી શકાય ત્યારે ચીની ડ્રેગન વિશ્ર્વભરમાં પોતાનો સકંજો કસવા માટે તનતોડ મહેનત કરી રહ્યું છે તેનાં ભાગરૂપે ચાઈનાએ સીપીઈસી કરાર હેઠળ પાકિસ્તાનને વિકાસ મોડલ આપવા માટેનો જે મુસદો તૈયાર કર્યો છે તેનાથી પાકિસ્તાનને ફાયદો નહિવત પરંતુ ચાઈનાને તેનો સૌથી સારો પ્રતિસાદ મળી શકશે જેનાં કારણોસર અમેરિકા દ્વારા પાકિસ્તાનને તાકીદ કરતા જણાવાયું છે કે, તેમનાં દ્વારા સીપીઈસી કરાર રદ કરવામાં આવે નહિતર આગામી સમય પાકિસ્તાન માટે અત્યંત પડકારજનક રહેશે. વિશ્ર્વનાં કોઈપણ દેશો હાલ પાકિસ્તાન સાથે બેસવા તૈયાર ન હોવાથી પાકને તેની માઠી અસરનો સામનો કરવો પડશે.
આરસીઈપી કરાર હેઠળ જયારે ભારતે ચાઈના સાથેનાં કરાર હેઠળ હસ્તાક્ષર કરવાનો નનૈયો કર્યો ત્યારબાદ ભારત માટે યુરોપીયન સંઘ અને અમેરિકામાં વ્યાપાર કરવા માટે દરવાજા ખુલ્યા હતા પરંતુ ભારતની સરખામણીમાં પાકિસ્તાન સાથે કોઈપણ દેશ હાલ હાથ મિલાવવા રાજી ન હોવાથી પ્રશ્ર્નો એ ઉદભવિત થાય છે કે પાકિસ્તાનની આર્થિક સ્થિતિને કેવી રીતે મજબુત બનાવી શકાય જો આ દિશામાં પગલા નહીં લેવાય તો પાકિસ્તાનને તેનો ભોગ બનવું પડશે અને ચાઈના તેનો મહતમ લાભ ઉઠાવશે. અમેરિકાનાં આસિસ્ટન્ટ સેક્રેટરી દ્વારા એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી રહી છે કે સરકાર દ્વારા પાકને કોઈપણ રીતે આર્થિક મદદ નહીં મળી શકે પરંતુ અમેરિકી કંપની પાકિસ્તાનમાં નિવેષ કરી દેશની અર્થવ્યવસ્થાને ઉંચી લાવવા માટે પ્રયત્ન અને મહેનત કરી શકે છે. અત્યાર સુધીનાં રેકોર્ડ છે કે અમેરિકી કંપની જે કોઈ દેશમાં પ્રસ્થાપિત થઈ છે તે દેશની અર્થવ્યવસ્થામાં ઘણો સુધારો પણ થયો છે ત્યારે પાકિસ્તાન જો સીપીઈસી કરારમાંથી હટશે તો કયાંકને કયાંક પાકિસ્તાનને પણ ફાયદો પહોંચે તેવી શકયતા જોવામાં આવી રહી છે.