નિકાસકારોને અપાતી વિવિધ રાહતોના કારણે અમેરિકાના ઉદ્યોગકારોને નુકશાન તું હોવાની વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં દલીલ
અમેરિકાએ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં ભારતીય એકસ્પોર્ટ સબસીડી સ્કીમને પડકારી છે. અમેરિકાના કામદારો માટે આ સ્કીમ અસમતોલ હોવાનો દાવો અમેરિકા કરી રહ્યું છે. ભારતીય નિકાસકારોને આર્થિક લાભ આપે તેવી એક ડઝની વધુ સ્કીમ કાર્યરત છે. આ સ્કીમોના કારણે ભારતીય નિકાસકારો સસ્તા દરે પોતાનું ઉત્પાદન વેંચી શકે છે. જેના કારણે અમેરિકાના ઉત્પાદકોને નુકશાન ઈ રહ્યું છે.
હાલ મર્ચન્ડાઈશ એકસ્પોર્ટ ફ્રોર્મ ઈન્ડિયા એકસ્પોર્ટ ઓરીએન્ટેડ યુનિટ સ્કીમ સેકટર પેસીફીક સ્કીમ સહિતની ડઝનબંધ સ્કીમો હેઠળ સરકાર ભારતીય નિકાસકારોને આર્થિક ફાયદા પહોંચાડતી હોવાની દલીલ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં થઈ છે.
યુએસટીઆર આક્ષેપ કરી રહ્યું છે કે, ભારતીય નિકાસકારોને વિવિધ ડયૂટી, કરવેરા અને ફિ માંથી રાહત આપવા માટે ખાસ સ્કીમો ચલાવાઈ રહી છે. સ્ટીલ ઉત્પાદનો, ફાર્માસ્યુટીકલ, કેમીકલ્સ, ઈન્ફોર્મેશન ટેકનોલોજી પ્રોડકટસ, ટેકસટાઈલ સહિતના ક્ષેત્રમાં ઉત્પાદનો વેંચવા વિવિધ પ્રકારે યોજનાઓ ચલાવાઈ રહી છે.