અમેરિકામાં આર્મીના જવાનોને લઈને જઈ રહેલું એક સૈન્ય માલવાહક વિમાન આગ લાગવાના કારણે સળગીને ખાક થઈ ગયું છે. અધિકારીઓએ જણાવ્યું ઘણું જ જૂનું થઈ ગયેલું આ વિમાન રિટાયર્ડ થાય તે પહેલાં જ તેને પોતાની અંતિમ ઉડાન ભરી હતી.
60 વર્ષ જૂનું વિમાન ફેરવાયું આગના ગોળામાં અને પ્યૂર્ટો રિકો એર નેશનલ ગાર્ડથી રવાના થયેલું સી-130 હર્ક્યૂલસ માલવાહક વિમાન બુધવારે સવાનાહ એરપોર્ટ નજીક ઈન્ટરનેશનલ સમય મુજબ રાત્રે લગભગ 9 વાગ્યે દૂર્ઘટનાગ્રસ્ત થઈ ગયું.
વિમાન ઉંચાઈ પરથી પડ્યુ. અને બાદમાં વિસ્ફોટ થતાંની સાથે જ તે આગના ગોળામાં ફેરવાય ગયું. વિમાન ટેકઓફ થયાંને થોડી જ મિનિટમાં હાઈવે પર ક્રેશ થઈ ગયું હતું. અધિકારીઓએ પહેલાં જણાવ્યું હતું કે વિમાનમાં સવાર પાયલટ સહિત પાંચ સભ્યોના મોત થઈ ગયા છે, પરંતુ બાદમાં સામે આવ્યું કે વિમાનમાં અન્ય લોકો પણ સવાર હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com